રાજયોએ અત્યાર સુધી અઢી કરોડ પ્રવાસીઓને મફત અનાજ વિતરણ કર્યું
નવીદિલ્હી, રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો આત્મનિર્ભર ભારત યોજના હેઠળ અત્યાર સુધી આઠ કરોડના લક્ષ્યની સરખામણીમાં ૨.૫૧ કરોડ પ્રવાસી મજુરોને જ મફત અનાજ વિતરિત કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી મંત્રાલયે તેની સાથે જ એ સ્પષ્ટ કર્યું કે અનાજનું ઓછું વિતરણ એ બતાવે છે કે પ્રાવીસ કામદારોની વાસ્તવિક સંખ્યા ઓછી હતી મંત્રાલયે કહ્યું કે જાે પ્રવાસી મજુરો પોતાના મૂળ નિવાસ વાળા રાજયોમાં પાછા ફરી ગયા છે તો તે પહેલાથી જ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનુન (એનએફએસએ) અથવા રાજયની રેશન કાર્ડ યોજના હેઠળ પહેલાથી જ ખાદ્યા પ્રાપ્ત કરી રહ્યાં છે.
ખાદ્ય મંત્રાલયે કહ્યું કે યોજના હેઠળ ઓછા લોકોને લાભ મળવાની યોજનાનું નબળુ પ્રદર્શન માનવું જાેઇએ નહીં કારણ કે આઠ કોરડ પ્રવાસીના આંકડા વાસ્તવિક લક્ષ્ય માનવું જાેઇએ નહીં કેન્દ્ર સરકારે મે મધ્યમમાં આત્મનિર્ભર ભારત યોજના હેઠળ પ્રવાસી મજદુરોને પાંચ કિલો અનાજ અને એક કિલો ચણા મફતમાં વિતરિત કરવાની જાહેરાત કરી હતી આ સુવિધા મે અને જુન બે મહીના માટે આઠ કરોડ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવી હતી એવા પ્રવાસી મજદુરો જેમની પાસે ન તો કેન્દ્ર અને ન તો રાજય સરકારનું કોઇ રેશન કાર્ડ છે યોજના હેઠળ રાજયોને અનાજ વિતરણ માટે ૩૧ ઓગષ્ટનો સમય આપવામાં આવ્યો છે.
કેન્દ્રે આ યોજના હેઠળ રાજયો કેન્દ્ર શાસિત પ્રદેશોને બે મહિના માટે આઠ લાખ ટન અનાજનું વિતરણ કર્યું પરંતુ રાજયોમાં તેમાંથી ફકત ૬.૩૮ લાખ ટન અનાજ જ ઉઠાવ્યું ખાદ્ય મંત્રાલયે કહ્યું કે ૧૭ ઓગષ્ટ સુધી પ્રાપ્ત રિપોર્ટ અનુસાર ૬.૩૮ લાખ ટન અનાજમાંથી રાજયો અથવા સંધ પ્રદેશોએ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ઓળખ કરવામાં આવેલા પ્રવાસીઓ અને રસ્તામાં ફસાયેલા પ્રવાસીઓને ૨.૪૯ લાખ ટન(૩૯ ટકા) અનાજ જ વિતરણ કરી શકી મંત્રાલયનું કહેવુ છે કે આ વિતરણ જાે કે ૩૧ ઓગષ્ટ સુધી જારી રહેશે આથી બની શકે છે કે કેટલાક વધુ પ્રવાસીઓને આ મફત ખાદ્યાન્ન યોજનાનો લાભ મળી શકે.HS