Western Times News

Gujarati News

મોદીએ ધોનીને નિવૃત્તિ પાછી ખેંચવા અપીલ કરવી જાેઇએ: અખ્તર

નવીદિલ્હી, પાકિસ્તાના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું છે કે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃતિ પાછી ખેંચી લેવી જાેઇએ તેણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોનીને નિવૃતિ પાછી ખેંચવા અને ૨૦૨૧ ટી ટવેન્ટી વિશ્વકપ રમવા અપીલ કરવી જોઇએ આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ભારતમાં યોજાવાની છે.

અખ્તરે યુટયુબ શો બોલ વસીમમાં કહ્યું કે હું માનુ છું કે ધોની આગામી ટી ટવેન્ટી વિશ્વકપ રમી શકે છે જો કોરોના ન આવત તો તેઓ આમ જ કરત પરંતુ તેમણે આ આઘાતજનક નિર્ણય લીધો છે. ભારતમાં સ્ટાર્સને જે રીતે પસંદ કરવામાં આવે છે મને લાગે છે કે લોકો ધોનીને ટી ટવેન્ટી વિશ્વકપ રમવા માટે અપીલ કરી શકે છે જાે કે તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે.
અખ્તરે કહ્યું કે રાંચીથી બહાર આવીને ધોનીએ આખા ભારતમાં નામ કમાવ્યું છે તેમણે બધી મોટી ટુર્નામેન્ટ જીતી લીધી છે.

જેના કારણે આખુ વિશ્વ તેમને છેલ્લા દિવસ સુધી યાદ રાખશે તમને ખબર નથી કે કદાચ નરેન્દ્ર મોદી પણ તેમને નિવૃતિ પાછી ખેંચવા માટે ટી ટવેન્ટી વિશ્વકપ રમવા અપીલ કરી શકે છે તે બિલકુલ થઇ શકે છે અને વડાપ્રધાનની અપીલને કોઇ નકારી શકે નહીં. મારા પર વિશ્વાસ કરો ભારતમાં ધોનીને ફેરવેલ મેચ પણ રમાડવામાં આવી શકે છે જાે તે આ બધુ નથી ઇચ્છતા તો અલગ વાત છે પરંતુ ભારત આના માટે પુરી રીતે તૈયાર છે.એ યાદ રહે કે ધોનીએ ૧૫મી ઓગષ્ટે આંતરરાષ્ટ્‌ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.