સરકારે દેશના તમામ નાગરીકો માટે ઈ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો
નવીદિલ્હી, જો તમે ર૦ર૧માં નવા પાસપોર્ટ માટે એપ્લાય કરો છો કે પછી પોતાના એકસપાયર્ડ પાસપોર્ટને રીન્યુ કરાવવા માગો છો તો થઈ શકે છે કે હવે તમને ઈ પાસપોર્ટ જ મળે. ઈ પાસપોર્ટમાં એક ઈલેકટ્રોનીક માઈક્રો પ્રોસેસર ચીપ લાગેલી હશે. ટ્રાયલ બેઝીસ પર ર૦ હજારથી વધારે ઓફિશીયલ અને ડીપ્લોમેટીક ઈ પાસપોર્ટ બનાવ્યા બાદ ભારત સરકારે દેશના તમામ નાગરીકો માટે ઈ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અને આ માટે ભારત સરકારે એજન્સીની પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આ એજન્સી આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર અને સોલ્યુશન ઉપલબ્ધ કરાવશે. માનવામાં આવી રહયું છે. કે ભારતની વિશાળ આબાદીને જાેતાં ઈ પાસપોર્ટની પ્રક્રિયા ખૂબ જ મોટું કામ બની રહેશે અને તેને લઈને જ આવું મોટું કામ કરી શકે તેની જરૂર છે. ઈ પાસપોર્ટ જાહેર કર્યા બાદ તેની નકલ કરવી મુશ્કેલ થઈ જશે અને ઈન્ટરનેશનલ યાત્રાના મામલામાં ઈમીગ્રેશનની પ્રક્રિયા પણ ફટાફટ પતી જશે. અત્યાર સુધી ભારતમાં વ્યકિતગત જાણકારીવાળી પ્રિન્ટેટ બુક જેવો પાસપોર્ટ જ બનતો હતો. જેની નકલ કરવી ખૂબ જ સરળ છે.
ઈ પાસપોર્ટથી પાસપોર્ટ વેરીફીકેશનની પ્રક્રિયા હાલના સમયની સરખામણીમાં ૧૦ ગણી વધારે ઝડપી બની જશે. અને તે અનેક શાનદાર ફીચરમાંથી એક છે.પાસપોર્ટમાં પેપરની કવોલીટી અને તેા પર પ્રિટીંગ પણ વધારે સારી હશે તેમાં એડવાન્સ સિકયોરીટી ફીચર આપવામાં આવશે.
ભારત સરકાર ઈ પાસપોર્ટ બનાવવા માટે જે રીતે ઈન્ફ્રાસ્ટ્રકચરની વ્યવસ્થા કરી રહી છે. તેમાં આઈટી ઈન્ફ્રાસ્ટ્રકચર અને સોલ્યુશન ઉપલબ્ધ કરાવનાર એજન્સીને દર કલાકે ૧૦ હજારથી ર૦ હજાર સુધી ઈ પાસપોર્ટ જાહેર કરવા પડશે. અને આ પ્રકારની એજન્સી દિલ્હી અને ચેન્નાઈમાં બાનવાવમાં આવશે.વધતાં જતા સાયબર ક્રાઈમ, પાસપોર્ટ ફ્રોડ અને કોરોના સંક્રમણ જેવા મામલાઓને ધ્યાનમાં રાખતાં સરકાર આ યોજના પર ઝડપથી કામ કરી રહી છે.HS