Western Times News

Gujarati News

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજનામાં ખેડૂતો 31 ઓગસ્ટ,2020 સુધી અરજી કરી શકશે

પ્રતિકાત્મક

પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પાંચ ક્ષેત્રમાં પુરસ્કાર -સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના હેઠળ ખેતીક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતાં ખેડૂતો તારીખ 31-08-2020 સુધીમાં અરજી કરી શકે છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ઉલ્લેખનીય છે કે ખેતી અને તેને સંલગ્ન બાબત સાથે સંકળાયેલા પુરુષ કે મહિલા ખેડૂતે કોઈ ખેતી ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરી હોય તો તે આ યોજના હેઠળ અરજી કરી શકે છે.  ગુજરાત સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પાંચ ક્ષેત્રોમાં પુરસ્કાર આપે છે. જેમ કે- કૃષિ પાકની નવી જાત વિકસાવવી, જળસંચય અને તેનું વ્યવસ્થાપન, સૂકી ખેતીમાં નવી પદ્ધતિ, સંકલિત રોગ-જીવાત નિયંત્રણ અને નવીન ખેત ઓજાર વિકસાવવા જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ સિવાય કોઇ પ્રગતિશીલ ખેડુત દવારા સજીવ ખેતી અપનાવી ખેતી ખર્ચમાં ઘટાડો કરી, વધુ ઉત્પાદન મેળવેલ હોય તેવા ખેડુતો પણ આ યોજના હેઠળ અરજી કરી શકે છે.

આ યોજનામાં ભાગ લેવા માંગતા ખેડૂતે નિયત નમૂનામાં ઉમેદવારી પત્રક ભરી ગ્રામસેવકશ્રી / વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) મારફત જીલ્લા ખેતીવાડી અધિકારીને મોકલવાનું રહે છે. ઉમેદવારી પત્રક સાથે 7-12 અને 8-અ ની નકલ, ઉત્કૃષ્ટ ખેતી માટે કોઇ પ્રેસ પ્રસિધ્ધ થયેલ હોય તે પ્રેસનોંધ, સફળ ખેતી માટેના ફોટોગ્રાફ / વીડીયોગ્રાફી સહીતના ડોકયુમેન્ટ સામેલ કરવાના રહેશે.

ભાગ લેનાર ખેડૂત ભાઈ-બહેને પોતાની સૂઝ અને પ્રયોગ દ્વારા મેળવેલી સિદ્ધિની વિગતો ઉમેદવારી પત્રમાં ટાઈપ કરાવી નિયત નમુનામાં સામેલ કરવાની રહે છે. અને તેમણે અપનાવેલી પદ્ધતિ અને છેલ્લા ત્રણ વર્ષમાં જે નોંધપાત્ર પરીણામ મળેલ હોય તે પરીણામની વિગતો જણાવવાની રહેશે.  જે ખેડૂતે એક ક્ષેત્રમાં એક વાર પુરસ્કાર મેળવ્યો હશે તે જ ક્ષેત્રમાં તે બીજી વાર પુરસ્કારને પાત્ર ગણાશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.