Western Times News

Gujarati News

સમસ્ત પાટીદાર સમાજના યુપીએસસી/ જીપીએસી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

(મહેન્દ્રપ્રસાદ દ્વારા અરવલ્લી) ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા એવમ્ સરદારધામ- અમદાવાદ દ્વારા સંચાલિત ઉમિયા કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ-(UCDC) સોલાના વડપણ હેઠળ તારીખ 21-7-2019ને રવિવારના રોજ ઉમિયા હોલ, ઉમિયા કેમ્પસ-સોલા ખાતે સમસ્ત પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓ GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે.

 

વર્ષ 2000થી સમસ્ત પાટીદાર સમાજના દીકરા-દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના બધા સોપાનો પાસ કરાવવા માટેના માર્ગદર્શક વર્ગો તેમજ ભવિષ્ય ઘડતર માટેના કેરિયર કાઉન્સેલીંગના વર્ગો અહિં ચાલે છે.

સમસ્ત પાટીદાર સમાજની આ સંસ્થા તેમજ તેમના પેટા કેન્દ્રો – હિંમતનગર, વિજાપુર, પાલનપુર, વિસનગર, સુરેન્દ્રનગર તથા સુરત દ્વારા UPSCમાં પાંચથી વધુ વિદ્યાર્થીઓ, GPSC Class 1&2 માં 250 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વર્ગ-૩માં ત્રણ હજારથી વધુ દિકરા-દિકરીઓ આ સંસ્થાએ રાષ્ટ્રને વિવિધ સરકારી વિભાગ માટે સમર્પિત કર્યા છે. આ ઉતીર્ણ અધિકારીઓને સન્માનિત કરવા અને આવનાર નવી બેચના શુભારંભનો ઉમિયા કેમ્પસ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ચેરમેન મણિભાઈ પટેલ (મમ્મી) , સરદારધામ- અમદાવાદના ચેરમેન ગગજી સુતરિયા, અમદાવાદ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે, ગાંધીનગર જિલ્લા કલેક્ટર એસ કે લાંઘા, એમ. એસ પટેલ કમિશનર મ્યુનિસિપાલિટી ગુજરાત, લેબર કમિશનર સી જે પટેલ સહિત 500થી વધુ લોકો હાજર રહ્યા હતા.

UCDC દ્વારા વર્ષ 2017- 18 તેમજ 2018 – 19 માં UPSC, GPSC Class 1& 2, PI, CTO/AO માં 105થી વધુ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તથા પાટીદાર સમાજને ગૌરવ પ્રદાન કર્યું છે.

ત્યારે તેમની સિદ્ધિઓને બિરદાવવા તેમજ તેમની આ સફળતામાં મદદરૂપ યોગદાન આપનાર અધિકારીશ્રીઓ, સામાજિક અગ્રણીઓ, ફેકલ્ટીશ્રી સર્વેનું અભિવાદન કરાયું તથા UPSC Delhi Batch/ GPSC Batch શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.

સમાજના યુવાનો દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કામે લાગી જાવઃ આર પી પટેલ

ઉમિયા કેરિયર ડેવલોપમેન્ટ કાઉન્સિલ-(UCDC) સોલાના ચેરમેન આર પી પટેલ પ્રસંગોચિત ઉદબોધન આપતાં કહ્યું કે પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે.

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે પરિણામની આશા રાખ્યા વગર ખૂબ જ પરિશ્રમ કરો. એક જ આશા છે કે એક્ઝામ પાસ કરી અધિકારી બની દેશની સેવા કરો.

અન્યાય સહન ન કરતાં ને દેશની પ્રગતિમાં ભાગીદાર થજોને સમાજ હંમેશા સાથે રહેશે.આ પ્રસંગે ગગજી સુતરિયા, વિક્રાંત પાંડે, એસ કે લાંઘા અને મણિભાઈ પટેલે ઉદબોધન આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ઉમિયા કેમ્પસ અમદાવાદ ના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓને ખૂબ મહેનત કરી હતી અને સફળ બનવેલ હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.