કોરોનાને કારણે ટુરીઝમ ઈન્ડસ્ટ્રીને સૌથી મોટી અસર
નવી દિલ્હી, કોરોનાને વિશ્વભરના બધા દેશને આર્થિક રીતે મોટું નુકસાન પહોંચાડ્યું છે. કેટલાંક સેક્ટર કોરોનાને કારણે ઘણી મુશ્કેલીમાં છે. આ બધામાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને સૌથી વધુ અસર થઈ છે. વિશ્વભરમાં ઘણા દેશોમાં, જેની ટુરિઝમ ઇન્ડસ્ટ્રી મોટી આવક હતી તેવા દેશોને કોરોનાને કારણે મોટું નુકશાન થયુ છે. ભારતમાં પણ આ સેક્ટરમાં ખૂબ જ નુકસાન થયું છે.
વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
વર્લ્ડ ટ્રાવેલ અને ટુરિઝમ કાઉન્સિલ (WTTC) મુજબ, મેક્સિકોની ટુરિઝમની મુશ્કેલીઓ છે, કારણ કે તે 15.5% જીડીપી અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે. ગ્લોબલ ડિજિટલ ઇકોનોમી વર્લ્ડ ટુરિઝમ કાઉન્સિલ (ડબ્લ્યુટીટી) ના આધાર પર તેના દેશની સૂચિ મળી છે, જે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થઈ છે.
આ યાદીમાં ઉપરના મેક્સિકો, સ્પેન અને ઇટાલી છે. યુરોપી દેશમાં સૌથી વધુ લોકો ફરવા જતાં હોય છે. જેને કારણે સમગ્ર યુરોપ મંદીમાં ધકેલાયું છે. આ ઉપરાંત ટુરીઝમ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગો એટલે કે હોટલો, એરલાઈન્સ, ટુરીસ્ટ સ્પોટ પર ધંધો કરતાં વેપારીઓ તેમજ ટ્રાવેલ બુકીંગ એજન્ટોને પણ સમગ્ર વિશ્વભરમાં મોટો ફટકો પડ્યો છે. હજુ પણ આ ઈન્ડસ્ટ્રીઝમાં બુકીંગો શરૂ થયા નથી.
ભારતમાં પણ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કેટલાંક અંશે દક્ષિણ ભારતને ટુરીઝમને કારણે મોટું નુકશાન થયુ છે.