નડિયાદની ઈંગ્લિશ ટીચિંગ સ્કૂલના સંચાલકો ફીની માગણી કરતા વાલીઓનો હોબાળો
નડિયાદકોરોનાની મહામારી ના કારણે દેશભરની શાળા કોલેજો હાલમાં બંધ છે છતાં નડિયાદ રેલવે સ્ટેશન પાછળ આવેલ ઇગ્લીંશ ટીચિંગ સ્કૂલના સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખી કોમ્પ્યુટર.. સ્માર્ટ ક્લાસ તેમજ અન્ય ફિ ની માંગણી કરતા વાલીઓએ ભારેહોબાળો મચાવ્યો હતો અને આજે ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી જી.ડી.પટેલ ને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
નડિયાદ રેલવે સ્ટેશન પાછળ ઇગ્લીંશ ટીચિંગ સ્કૂલ આવેલી છે એક બાજુ દેશભરમાં કોરોનાની મહામારી જોવા મળે છે વિદ્યાર્થીઓને આ રોગનો ચેપ ના લાગે તેવા હેતુસર સરકાર દ્વારા હાલમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરેલ છે શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે એક બાજુ શાળાઓ બંધ છે બીજી બાજુ શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપે છે
શિક્ષણ આપતી આ શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ટ્યુશન ફી વસુલ કરી શકે એવો સરકારે નિયમ બનાવ્યો છે માત્ર ટ્યુશન ફી હાલ માં વસૂલ કરી શકે તે પણ સરકારને નક્કી કરેલા ધારા ધોરણ મુજબ પરંતુ ગણી શાળાઓ ટ્યુશન ઉપરાંત કોમ્પ્યુટર સ્માર્ટી તેમજ ટર્મ ફી ઉઘરાવી રહ્યા છે આ મુદ્દે આજે વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં આવી ભારે હોબાળો મચાવ્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જઇ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું
આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે શાળાઓ હાલમાં બંધ છે છતાં શાળા સંચાલકો કોમ્પ્યુટર સ્માર્ટ ક્લાસ તેમજ અન્ય ફી ની માગણી કેવી રીતે કરી શકે સરકાર એક તરફ ફક્ત ટ્યુશનથી લેવાની સત્તા સંચાલકોને આપે છે પરંતુ સંચાલકો પોતાની મનમાની કરી ને આં ફી ની માગણી કરે છે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે અમો વાલીઓના સંતાનો ઇંગ્લીશ ટચિંગ સ્કૂલ નડિયાદમાં સ્કૂલ દ્વારા ઓનલાઇન શિક્ષણ મેળવતા હોય જેથી અમો વાલીઓ સ્કૂલ ફી માં ટ્યુશન ફી અંગેનું કોઈ બાયપર કેસન સ્કૂલ દ્વારા આપવામાં આવેલ નથી હાઈકોર્ટનો ડાયરેક્શન મુજબ દરેક પ્રાઇવેટ સ્કુલ ટ્યુશન ફી લઇ શકે તેવો આદેશ કરેલ છે પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી સ્કૂલો બંધ હોય અને અમો વાલીઓ ના સંતાનો ઇંગલિશ ટીચિંગ સ્કૂલ નડિયાદમાં અભ્યાસ અર્થે જતા ના હોય
જેથી ઇંગ્લિશ સ્કૂલ નડિયાદ દ્વારા અમો વાલીઓ પાસે જે વધારાની કોમ્પ્યુટર ફી તથા સ્માર્ટ ક્લાસ ની વાર્ષિક ફી ફી તેમજ તમ ફી વાર્ષિક ની વધારાની માગણી કરવામાં આવેલ છે તે તદ્દન ગેરવ્યાજબી હોય અને સરકારશ્રીના નિયમ મુજબ પણ હાલમાં કોરો નાનીમા મારીની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઇંગલિશ ટીચિંગ સ્કૂલ દ્વારા આમાં વાલીઓ પાસેથી આવી ફીની માગણી કરેલ છે જે તદ્દન ઘેર રાજવી હોય તેમજ જો અમે વાલીઓ આવી ફી ના ભરીએ તો ઓનલાઇન શિક્ષણ આપવામાં થી અમો વાલીઓ ના સંતાનોને બાકાત રાખવાની પણ સ્કૂલ સત્તાવાળાઓએ ધમકી આપતા હોય અને જે વાલીઓ એ ગેરકાયદેસર ની માંગણી મુજબ ની ફી ભરેલ ના હોય તેમના સંતાનોને પણ ઓનલાઇન શિક્ષણ માંથી બાકાત રાખેલ છે જેથી અમો તમામ વાલીઓ આપ ને આ અરજી આપી માંગણી કરીએ છે એવું જણાવ્યું હતું (તસવીર સાજીદ સૈયદ નડિયાદ )