જ્યારે ભગવાનની ઈચ્છા હશે ત્યારે બાળક થશે: બિપાશા
મુંબઈ, કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુના લગ્નને ૪ વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને હવે તેણે ફેમિલી પ્લાનિંગ અને બાળકને દત્તક લેવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પરિવારને આગળ વધારવા અંગે શું વિચાર્યુ છે તેમ પૂછતાં બિપાશા બાસુએ કહ્યું કે, જ્યારે ભગવાનની ઈચ્છા હશે ત્યારે થશે અને તેમનું પોતાનું બાળક નહીં હોય તો પણ તેમને વાંધો નથી. એક્ટ્રેસે કહ્યું કે, ‘દેશમાં ઘણા એવા બાળકો છે જેની સંભાળ આપણે રાખી શકીએ છીએ. ઘણા બાળકો એવા પણ છે જેમને સામાન્ય સુવિધાઓ મળતી નથી. આવા બાળકોનું ધ્યાન રાખવું તે પણ આપણી જ જવાબદારી છે. તેથી ભવિષ્યમાં શું થાય છે તે જોઈએ.
બિપાશા બાસુનો પતિ અને એક્ટર કરણ સિંહ ગ્રોવર પણ આવું જ કંઈક વિચારે છે. તેણે કહ્યું કે, ‘મેં આ બધું ભગવાન પર છોડી દીધું છે. આપણે ભૂલી જઈએ છીએ કે દરેક પાસે પહેલાથી જ એક યોજના છે. દરેકનો જન્મવાનો એક સમય હોય છે. વસ્તુઓ આપણા હાથમાં હોતી નથી. કરણ સિંહ ગ્રોવર એકતા કપૂરની સીરિયલ કસૌટી જિંદગી કી-૨માં મિ.બજાજના રોલમાં જોવા મળ્યો હતો. જો કે, મહામારી દરમિયાન જ્યારે શૂટિંગ બંધ થયું ત્યારે તેણે શો છોડી દીધો હતો. રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટર પોતાના સ્વાસ્થ્યને લઈને કોઈ ખતરો લેવા માગતો નહોતો.SSS