ભારતમાં ધુસ્યા જેશ એ જૈશ મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ

સુરક્ષા એજન્સીઓને ઇનપુટ પણ મળ્યા છે કે તહેવારોની મૌસમમાં આતંકી મોટા હુમલા કરી શકે છે આ એલર્ટ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે
નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એકવાર ફરી આતંકી હુમલાનો ખતરો મંડાયેલો રહ્યો છે.ગુપ્ત એજન્સીઓના જણાવ્યા અનુસાર ખુંખાર આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ત્રણ આતંકી પાકિસ્તાનના માર્ગે ભારતમાં પ્રવેશ કરી ચુકયા છે અને દિલ્હીમાં કોઇ મોટી આતંકી હુમલા કરી શકે છે કહેવાય છે કે તેમના નિશાન પર પાટનગર દિલ્હી અને અનેક વીવીઆઇપી લોકો છે આ સાથે જ આ ત્રણેય આતંકી દિલ્હીના ભરચક વાળા વિસ્તારો અને મહત્વપૂર્ણ સ્થળોને પણ પોતાના નિશાન બનાવી શકે છે ભારતમાં તબાહી મચાવવાનો હેતુથી આવેલા ત્રણ આતંકવાદીઓના નામ ગુલજાન જુમાન ખાન અને શકીલ અહમદ હોવાનું જણાવાય છે ત્રણેય જેશના વડા મુફતી અબ્દુલ રઉફ અસરગના નજીકના છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇના ઇશારા પર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ ભારતમાં મોટી તબાહીનો પ્લાન બનાવી રહ્યાં છે આ ત્રણેય આતંકી જમ્મુ કાશ્મીરના સિયાલકોટ સેકટરના રસ્તાથી ભારતમાં ધુસ્યા છે અને ત્રણેય પાસે અફધાનિસ્તાન ઓળખના દસ્તાવેજ છે કહેવાય છે કે તેમાં બે કાશઅમીર આ ત્રણેયનું માર્ગદર્શન કરી રહ્યો છે.
ગુપ્તચર એજન્સીઓથી મળેલી માહિતી અનુસાર બસ કાર અને ટેકસથી જમ્મુ કાશ્મીરથી આ ત્રણેય આતંકી દિલ્હીમાં ધુસી શકે છે સુરક્ષા એજન્સીઓની આ ઇનપુટ પણ મળ્યા છે કે તહેવારોની મૌસમમાં આતંકી મોટા હુમલા કરી શકે છે આ એલર્ટ બાદ દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે જાે કે તેની પુષ્ટી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કરી રહ્યાં નથી એ યાદ રહે કે આગામી કેટલાક દિવાળી સહિત અનેક તહેવારો આવી રહ્યાં છે આવામાં આતંકી ભરચક વિસ્તારને નિશાન બનાવી શકે છે.
આ પહેલા જુન મહીનામાં પણ દિલ્હીમાં મોટા આતંકી હુમલાની આશંકાને જાેતા દિલ્હી પોલીસને હાઇએલર્ટ પર રાખવામાં આવી હતી ત્યારે માહિતી હતી કે જમ્મુ કાશ્મીરથી દિલ્હીમાં ત્રણથી પાંચ આતંકી ધુસ્યા છે ત્યારબાદથી સતત દિલ્હી પોલીસ એલર્ટ પર છે.HS