જળશક્તિ પ્રધાન ગજેન્દ્ર શેખાવત કોરોના પોઝિટિવ
નવી દિલ્હી, મોદી સરકારના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કોરોના પોઝિટિવ મળ્યા છે. અગાઉ ગૃહ મંત્રી અમિત શાહ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સંક્રમિત મળ્યા હતા. શેખાવતે કહ્યું હતું કે, અસ્વસ્થ્તાના કેટલાંક લક્ષણ પછી મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. ડાૅક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. મારી વિનંતી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે. તેઓ સ્વયંને આઈસોલેટ કરીને ટેસ્ટ કરાવી લો. તમામ સ્વસ્થ રહો અને પોતાનું ધ્યાન રાખો. કોરોનાની લપેટમાં અત્યાર સુધી કેટલાય વીવીઆઈપી આવી ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઈક, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ કોરોના પોઝિટીવ પ્રાપ્ત થયા છે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.SSS