ભારત સાથે અણુ યુદ્ધ કરવાની પાકિસ્તાનના પ્રધાનની ચીમકી
ઈસ્લામાબાદ, પોતાના નિવેદનોથી સતત વિવાદમાં રહેતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ ખાને ભારત સામે પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. શેખ રશીદે કહ્યું છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે જેની પહોંચ છેક આસામ સુધીની છે. એટલું જ નહીં, શેખ રશીદે કહ્યું છે કે આ પરમાણુ બોમ્બ એ રીતે ઉપયોગમાં લેવાશે જેથી ભારતના મુસલામાનોને કોઈ નુકસાન નહીં થાય. રશીદે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જો જંગ થાય તો લોહિયાળ હશે અને આખરી હશે. પાકિસ્તાનના રેલવે મંત્રીએ કહ્યું કે, ભારત જો પાકિસ્તાન પર હુમલો કરશે તો કન્વેન્શન વોરની શક્યતા રહેશે નહિ. હવે તો પરમાણુ યુદ્ધ જ થશે. ઈમરાન ખાનના મંત્રીએ કહ્યું કે, અમારું હથિયાર મુસલમાનોની જિંદગી બચાવીને છેક આસામ સુધી પહોંચી શકે છે.
રશીદે આવું પહેલીવાર કહ્યું નથી. આ પહેલાં પણ તેઓ વિવાદાસ્પદ નિવેદનો કરી ચુક્યા છે. તેમણે ભારતનું નામ લીધા વિના પરમાણુ યુદ્ધન ધમકી આપી હતી. રશીદે કહ્યુંકે, જંહ પરંપરાગત પદ્ધતિથી હવે થશે નહીં. યુદ્ધમાં હવે ચારથી છ દિવસ ટેન્ક અને તોપથી લડાશે અને તે પછી સીધેસીધું પરમાણુ યુદ્ધ થઈ જશે.રશીદે કહ્યું કે, પાકિસ્તાન પાસે સવા સો ગ્રામ અને અઢીસો ગ્રામના પણ પરમાણુ બોમ્બ છે જે ખાસ ટાર્ગેટ પર પ્રહાર કરી શકે છે. પાકિસ્તાનના આ મંત્રીએ કહ્યું કે ભારતની શાન ઠેકાણે લાવવા માટે આ જરૂરી છે. રશીદનું આ નિવેદન સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યું છે.SSS