Western Times News

Gujarati News

શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદઃ ઠેર ઠેર પાણી ભરાયાં

Files Photo

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગુરુવારની સાંજે સાત વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ આખા શહેરમાં ધડાકાભેર વરસાદ તૂટી પડ્યો હતો. આજે સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું. ઘનઘોર વાદળોથી છવાયેલા આકાશમાંથી હાલ અમદાવાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં હાલ વસ્ત્રાપુર, લો ગાર્ડન, વસ્ત્રાલ, સીટીએમ, રબારી કોલોની, ખોખરા, જશોદાનગર, અમરાઈવાડીમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ગઈકાલે સાંજે ભારે વરસાદ પડ્યા પછી પૂર્વ વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ આજે સવારથી ભારેથી અતિભારે વરસાદ શરૂ થયો છે. ગનઘોર વાદળ વાદળ વચ્ચે ફરી એકવાર અમદાવાદ પર મેઘરાજાએ પોતાની મહેરબાનીઓ ઉતારી છે.

ગાંધીનગર જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીનગરના સરગાસણ, ઈન્ફોસિટી સેક્ટરમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. કલોલમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે કલોલના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. ગાંધીનગરમાં આજે સવારથી અંધારપટ વાતાવરણ સવારથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સરગાસન સેક્ટર 4 ,ઘ 2,ઇન્ફોસિટી સેક્ટર 11 સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. કલોલના મુખ્ય માર્ગોમાં જ પાણી ભરાયા છે. પાણી ભરાતા તંત્રની પોલ ખુલી ગઈ છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસીમાં 139 એટલે કે સાડા પાંચ ઈંચ વરસાદ નોઁધાયો છે. જ્યારે નવસારીના ચીખલી, ગણદેવી અને નવસારીમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. નવસારીના જલાલપોર અને ખેરગામ, સાબરકાંઠાના તલોદ, પાટણ, વલસાડના ઉમરગામ અને વાપીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપીના ડોલવણ, વલસાડના કપરાડા અને પારડી, નવસારીના વાંસદા, ડાંગના વધઈ, સુરતના બારડોલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના પાલસણા, બનાસકાંઠાના દાંતા, ડાંગના આહવા અને વલસાડના ધરમપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.