નેચરલ ગેસ જીએસટીના દાયરામાં આવી શકે છે
અત્યારે પાંચ પેટ્રોલિયમ પ્રોડક્ટ ક્રૂડ તેલ, ડીઝલ, પેટ્રોલ, એટીએફ તેમજ નેચરલ ગેસ જીએસટીની બહાર છે |
નવી દિલ્હી, નેચરલ ગેસને જીએસટીના દાયરામાં લાવવાની કવાયત લાંબા સમયથી ચાલી રહી છે. પરંતુ આ ઉપર ટૂંક સમયમાં ર્નિણય થઈ શકે છે. સીએનબીસી આવાજના સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે ગેસ ટ્રેડિંગ રેગ્યુલેશનથી પહેલા આ અંગે ર્નિણય થઈ શકે છે. કારણ કે કંપનીઓનું કહેવું છે કે દરેક રાજ્યમાં અલગ અલગ ટેક્સ લાગે છે. જેનાથી ટ્રેડિંગ કરવું ખૂબ જ મુશ્કેલ છે. એટલા માટે આને જીએસટીના દાયરામાં લાવવાનો સૂચન કરવામાં આવ્યું છે.
નેચરલ ગેસને જીએસટીના દાયરામાં લાવવાથી પીએનજી અને સીએનજી ગેસ થોડો સસ્તો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે અત્યારે પાંચ પેટ્રોલિયમ પ્રોડક્ટ ક્રૂડ તેલ, ડીઝલ, પેટ્રોલ, એટીએફ અને નેચરલ ગેસ જીએસટીની બહાર છે. હવે જીએસટી કાઉન્સિલે નક્કી કરવાનું છે કે આ પાંચ પ્રોડક્ટ ઉપર ક્યારથી જીએસટી લગાવવામાં આવે. કારણ કે આ પેટ્રોલિયમ ઉત્પાદોને જીએસટીના દાયરામાં લાવવાની માંગ ઘણા સમયથી ઉઠી રહી હતી. આ પહેલા પેટ્રોલિયમ મંત્રાલય પણ નેચરલ ગેસને જીએસટીના દાયરામાં લાવવા માટે કહી ચૂકી છે.
જો હવે પ્રાકૃતિક ગેસને જીએસટી અંતર્ગત લાવવામાં આવે છે તો ત્યારબાદ દેશમાં કોઈપણ સ્થળ ઉપર સામાન્ય દરથી ટેક્સ લાગશે. જીએસટી અંતર્ગત આવ્યા બાદ આના ઉપર અલગ અલગ લાગનારા ઉત્પાદન શુલ્ક અને વેટ સમાપ્ત થઈ જશે. આનાથી આર્થિક ગતિવિધિઓ વધશે જેનાથી રાજ્ય સ્થાનિક ઉત્પાદન વધશે. સામાજિક આર્થિક વિકાસને ગતિ મળશે. આમ આનાથી રોજગાર અને અવસરોનું સર્જન થશે.SSS