બ્લૂ બુદ્ધા પ્રથમ ઓપન અમદાવાદ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાઈ
અમદાવાદ, કૌશા ભૈરપૂરે અને ધૈર્ય પરમાર અહીંના ક્લબ 07 ખાતે યોજાયેલી બ્લૂ બુદ્ધા પ્રથમ ઓપન અમદાવાદ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે ગ્રાન્ડ ડબલ ચૂકી ગયા હતા. કૌશા જુનિયર ગર્લ્સની ફાઇનલમાં હારી ગઈ હતી જ્યારે મેન્સ વિભાગમાં ધૈર્ય પરમાર સેમિફાઇનલમાં હારી ગયો હતો.
જોકે ટુર્નામેન્ટનો અંતિમ દિવસ પૂર્વાંશી આચાર્ય અને અક્ષિત સાવલાનો રહ્યો હતો જેમણે તેમની કારકિર્દીમાં પ્રથમ વાર ટાઇટલ જીતવામાં સફળતા હાંસલ કરી હતી. પૂર્વાંશીએ જુનિયર ગર્લ્સ અને અક્ષિત સાવલાએ મેન્સ ટાઇટલ જીત્યાં હતાં.
જુનિયર ગર્લ્સની ફાઇનલ દિવસની શ્રેષ્ઠ મેચ રહી હતી. પૂર્વાંશીએ પ્રથમ બે ગેમ જીતી હતી પરંતુ કૌશાએ વળતો પ્રહાર કરીને ત્રીજી ગેમ જીતી લીધી હતી. અંતે બેસ્ટ ઓફ સેવન ફાઇનલમાં પૂર્વાંશીનો 11-6 11-4 4-11 3-11 4-11 12-10 11-7 થી વિજય થયો હતો.
કૌશાએ પુનરાગમન કરતાં યૂથ ગર્લ્સમાં આ પરાજયનો બદલો લીધો હતો. જ્યાં તેણે પૂર્વાંશીને 11-5 11-9 11-5 10-12 11-5થી હરાવી હતી. દિવસના અંત ભાગમાં કૌશા બૈરપૂરેએ વિમેન્સ ટાઇટલ જીતવા માટે કવિશા શાહને 13-11 11-6 11-5 11-5થી હરાવી હતી.
દરમિયાન અક્ષિત સાવલાએ મેન્સ વિભાગમાં કારકિર્દીનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં તેણે અભિલાષ રાવલ સામે 11-6 11-3 11-5 11-6થી વિજય હાંસલ કર્યો હતો. અક્ષિતે તેના વળતા પ્રહારની આક્રમકતાનું પ્રદર્શન કરીને યોજનાબદ્ધ રમત રમી હતી અને 4-0ના વિજય માટે અભિલાષને જરાય તક આપી ન હતી. મેન્સ સેમિફાઇનલમાં હારી ગયેલા ધૈર્ય પરમારે આસાનીથી યૂથ બોયઝ અને જુનિયર બોયઝ ટાઇટલ જીતી લીધા હતા. જુનિયર બોયઝની ફાઇનલમાં તેણે અભિલાષ રાવલને 11-5 14-12 11-6 11-5થી અને થોડી વાર બાદ યૂથ બોયઝની ફાઇનલમાં અક્ષિત સાવલાને 9-11 11-8 7-11 11-9 11-6 11-2થી હરાવ્યો હતો.
વિમેન્સ ઃ કૌશા ભૈરપૂરે જીત્યા વિરુદ્ધ કવિશા શાહ 13-11 11-6 11-5 11-5
યૂથ ગર્લ્સ ઃ કૌશા ભૈરપૂરે જીત્યા વિરુદ્ધ પૂર્વાંશી આચાર્ય 11-5 11-9 11-5 10-12 11-5
જુનિયર ગર્લ્સ ઃ પૂર્વાંશી આચાર્ય જીત્યા વિરુદ્ધ કૌશા ભૈરપૂરે 11-6 11-4 4-11 3-11 4-11 12-10 11-7
સબ જુનિયર ગર્લ્સ ઃ જાન્યા પરીખ જીત્યા વિરુદ્ધ પ્રિશા શાહ 4-11 11-3 11-8 11-8 11-8
કેડેટ ગર્લ્સ ઃ પ્રાથા પવાર જીત્યા વિરુદ્ધ નિધી પ્રજાપતિ 11-6 12-10 11-8 11-6
મેન્સ સિંગલ્સ ઃ અક્ષિત સાવલા જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ 11-6 11-3 11-5 11-6
યૂથ બોયઝ ઃ ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ અક્ષિત સાવલા 9-11 11-8 7-11 11-9 11-6 11-2
જુનિયર બોયઝ ઃ ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ અભિલાષ રાવલ 11-5 14-12 11-6 11-5
સબ જુનિયર બોયઝ ઃ અનુજ જોશી જીત્યા વિરુદ્ધ સુમિત નાયર 9-11 6-11 11-4 9-11 11-8 15–13 11-4
કેડેટ બોયઝ ઃ હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ અભિશ પટેલ 8-11 11-9 11-5 11-2 11-13 11-3
મિનિ કેડેટ બોયઝ ઃ માલવ પંચાલ જીત્યા વિરુદ્ધ વિહાન તિવારી 11-7 10-12 12-10 13-11