Western Times News

Gujarati News

ઝૂંપડીમાં ઘૂસી વાંદરા સોનાના દાગીના સહિત રોકડ લઈ ફરાર

પટના, તમિલનાડુમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં વાંદરાઓનું ટોળું ૭૦ વર્ષીય મહિલાની ઝૂંપડીમાં ઘૂસી ગયું હતું. ત્યારબાદ ઝૂંપડીમાં રાખેલા સોનાના દાગીના સહિત ૨૫,૦૦૦ રોકડા રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. મહિલાએ વાંદરાઓનો પીછો કર્યો પરંતુ તે જ્વેલરી અને પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના તમિલનાડુંના તંજાવુર જિલ્લામાં તિરુવયારુ પાસે વીરમંગુડીની છે. અહીં સરથમ્બલ નામની મહિલા રહે છે. તે કુથિરાઈ કોઈલ સ્ટ્રીટમાં એક ઝૂંપડી બનાવીને રહે છે. તેનું કહેવું છે કે જ્યારે ઘટના બની ત્યારે તે પોતાની ઝૂંપડી સામે કપડા ધોઈ રહી હતી. કેટલાંક વાંદરાઓ તેની ઝૂંપડીમાં ઘૂસ્યા અને કેળાની સાથે ડોલમાં મુકેલા ચોખાનો એક થેલો લઈ ગયા હતા. મહિલાએ ચોખાની થેલીમાં પોતાની જીવનભરની બચતની રમક મુકી હતી. જ્યારે મહિલાને જાણ થઈ કે વાંદરાઓ તેના સોનાના દાગીના અને ૨૫,૦૦૦ રૂપિયા રોકડા લઈને ફરાર થયા હતા. તેમણે નજીકના સરકારી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રની છત સુધી પીછો કર્યો હતો.

કથિત રીતે વાંદરાઓ સ્વાસ્થ્ય કેન્દ્રની છત ઉપર બેસીને ફળ અને ચોખા ખાવાનું શરુ કર્યું હતું. જોકે, સ્થાનિક લોકોએ મહિલાનો સામાન પરત લેવાની કોશિશ કરી તો વાંદરાઓ પોતાની સાથે બેગ લઈને ફરાર થયા હતા. ગ્રામીઓનું કહેવું છે કે મહિલા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અંતર્ગત ખેતરોમાં મજૂરીનું કામ કરીને પૈસા એકઠાં કર્યા હતા. જેમાંથી થોડા પૈસાની બચત કરીને ઘરેણાં ખરીદ્યા હતા. વૃદ્ધ મહિલાએ ઈમર્જન્સી સ્થિતિ માટે ઘરેણાં અને પૈસા બચાવીને રાખ્યા હતા. ગ્રામીણોનું કહેવું છે કે વાંદરાઓ ગામની ગલીઓમાં છાસવારે ઘૂસી રહ્યા છે. જેના પગલે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે વાંદરાઓને પકડીને જંગલમાં છોડવામાં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.