ડો.યોગિતાનું ગળુ દબાવ્યા બાદ ચાકુથી હુમલો કર્યો
આગરા, એસએન મેડિકલ કોલેજમાં પીજીની સ્ટુડન્ટ ડો. યોગિતા ગૌતમ હત્યાકાંડમાં ધરપકડ કરાયેલા જાલૌનના મેડિકલ ઓફિસર ડાૅ. વિવેક તિવારીનું કબૂલનામું સામે આવ્યું છે. ડો. વિવેક તિવારીએ પોલીસને જણાવ્યું કે તેણે ડાૅ. યોગિતા ગૌતમનું પહેલા ગળું દબાવીને હત્યા કરી અને પછી કન્ફર્મ કરવા ચાકૂથી માથા પર વાર કર્યો. ત્યારબાદ લાશને ઝાડીમાં ફેંકી દીધી. નોંધનીય છે કે, બુધવારે ડાૅ. યોગિતા ગૌતમની લાશ આગ્રાના બમરૌલી કટરા વિસ્તારમાંથી મળી આવી હતી. આરોપી ડો. વિવેક તિવારી કહી રહ્યો છે કે મંગળવારે તે યોગિતાને મળવા માટે પહોંચ્યો હતો. ત્યાં બંનેની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ.
ત્યારબાદ ડો. વિવેકે યોગિતાનું ગળું દબાવીને હત્યા કરી. પરંતુ મોત કન્ફર્મ કરવા માટે કારમાં રાખેલા ચાકૂથી માથા પર વાર પણ કર્યા. ત્યારબાદ સૂમસામ વિસ્તારમાં ઝાડીઓમાં લાશને લાકડા નીચે દબાવીને જાલૌન પરત ફર્યો. ડોક્ટર વિવેક તિવારીએ ધરપકડ બાદ પહેલા તો પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે પોલીસે કાૅલ રેકોર્ડ અને આગ્રામાં હાજર હોવાના પુરાવા દર્શાવ્યા તો તે ભાંગી પડ્યો. પોલીસના જણાવ્યા મુજબ, વિવેકે જણાવ્યું કે મારા અને ડો. યોગિતા વચ્ચે ૭ વર્ષથી રિલેશનશિપ હતો. છેલ્લીવાર જ્યારે અમે મળ્યા તો કારમાં ઉગ્ર ચર્ચા થવા લાગી. ત્યારબાદ મેં તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી, પરંતુ મને લાગ્યું કે ગળું દબાવ્યા બાદ પણ મોત નથી થયું. હું કારમાં એક ચાકૂ રાખતો ન હોઉં છું. ત્યારબાદ ડાૅ. યોગિતાના માથા પર વાર કર્યા. ત્યારબાદ લાશને ઝાડીઓની વચ્ચે લાકડાથી દબાવી દીધી. યોગિતાના ભાઈ ડાૅ. મોહિન્દર કુમાર ગૌતમે જણાવ્યું કે, ડાૅ. વિવેક તિવારી લાંબા સમયથી ડાૅ. યોગિતા ગૌતમને હેરાન કરી રહ્યો હતો. તે એમબીબીએસમાં તેનાથી એક વર્ષ સીનિયર હતો અને તે સમયથી જ યોગિતાને પસંદ કરતો હતો.SSS