Western Times News

Gujarati News

ટ્રેનમાં પ્રસુતિ પીડા ઉપડતા મહિલા પોલીસે ડિલિવરી કરી

પ્રતિકાત્મક તસવીર

રાતના સમયે ડોક્ટર હાજર ન હોવાથી મહિલા પોલીસે ડોક્ટર મિત્ર પાસે ફોન પર સલાહ લઈને ડિલિવરી કરી

ઝાંસી,  થ્રી ઈડિયટ્‌સ ફિલ્મમાં એક સીન છે. જ્યારે અભિનેતાએ એક મહિલાની પ્રવસ વેક્યૂમ પ્રેશર થકી કરાવી હતી. કંઈક આવી જ ઘટના ઝાંસી રેલવે સ્ટેશન ઉપર જોવા મળી હતી. ગોવા એક્સપ્રેસમાં પતિ સાથે સફર કરી રહેલી ગર્ભવતી મહિલાને લેબર પેન ઉપડ્યું હતું. આ અંગે જાણ થતાં મહિલાને ઝાંસી રેલવે સ્ટેશન ઉતારી દીધી હતી. રાતના સમયે કોઈ ડોક્ટર હાજર ન હોવાના કારણે મહિલા એસઆઈએ રાજકુમારી ગુર્જરે પોતાની ડોક્ટર મિત્ર પાસેથી ફોન ઉપર સલાહ લઈને પ્લેટફોર્મ ઉપર સફળ ડિલિવરી કરાવી હતી. ગોવા એક્સપ્રેસ ટ્રેનમાં આરક્ષિત કોચ એસ-૨ની સીટ નંબર ૩૧ ઉપર મધ્ય પ્રદેશના રાવતપુરા જિલ્લા ભિંડા નિવાસી બાદશાહ પોતાની પત્ની પૂજાની સાથે ગ્વાલિયર જઈ રહી હતી. રસ્તામાં પૂજાને અચાનક પ્રસુતિ પીડા ઉપરડી હતી.

ઝાંસી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર -૪ ઉપર ગાડી પહોંચી તો બાદશાહે આની જાણકારી પ્લેટફોર્મ ડ્યૂટી ઉપર હાજર સુરેન્દ્ર સિંહને કરી હતી. ત્યારબાદ સિપાહીએ આ અંગેની જાણાકરી આરપીએફ એસઆઈ રવિન્દ્ર સિંહ રાજાવતને કરી હતી. એસઆઈની સાથે એસઆઈ રાજકુમારી ગુર્જર પ્રશિક્ષુ મહિલા એસઆઈ પ્રાચી મિશ્રા અને મધુવાલાની સાથે એએસઆઈ બીકે પાન્ડે પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા હતા. જ્યાં રાતના સમયે ડોક્ટરની વ્યવસ્થા ન હોવાના કારણે મહિલા એસઆઈ રાજકુમારી ગુર્જરે પોતાની મહિલા ડોક્ટર મિત્ર ડો. નીલુ કસોટિયાને મોબાઈ ઉપર વાત કરી હતી. ડોક્ટરના માર્ગદર્શન સાથે રાજકુમારી ગુર્જરે મહિલા સભ્યોની ટીમ સાથે મળીને પ્લેટફોર્મ ઉપર સફળ ડિલિવરી કરાવી હતી. સાથે નવી બ્લેડથી નાળ કાપીને શિશું ને અલગ કરી માતા-બાળકને એમ્બ્યુલન્સથી રેલવે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા બંને સ્વસ્થ્ય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.