તંત્ર વિદ્યા દરમિયાન બે ભાઈઓ પૈકી એકનું મોત
લખનૌ, અત્યારના અધુનિક સમયમાં પણ અંધવિશ્વાસના કેસ જોવા મળે છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં અંધવિશ્વાસના પગલે બે ભાઈઓ દ્વારા શિવલિંગ પ્રાપ્તિ માટે ઘરની અંદર રૂમમાં તંત્ર વિદ્યા કરવાની ઘટના સામે આવી છે. તંત્ર વિદ્યા દરમિયાન એક ભાઈનું મોત થયું હતું. જ્યારે બીજો ભાઈ પોતાના મૃતભાઈની લાશને અનેક દિવસો સુધી ઘરમાં રાખીને જીવીત કરવા માટે તંત્રવિદ્યા કરતો રહ્યો હતો. જોકે, ગામના લોકોને શક જતાં પોલીસેને જાણ કરી હતી.
ત્યારબાદ ઘટના સ્થળે પહોંચીને ઘરની અંદર ઘૂસીને લાશનો કબ્જો લઈને બીજા ભાઈની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ઘટના લખનૌના ઈટૌજા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ઉસરના ગામની છે. અહીં બૃજેશ રાવત પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે. ઘરમાં તેમના ભાઈ સાથે માતા પણ રહે છે. પરિવાર પ્રમાણે બૃજેશ રાવત અને તેના ભાઈ ફૂલચંદે શિવલિંગ પ્રાપ્તિ માટે રૂમમાં બંધ થઈને તંત્રવિદ્યા કરવાનું શરૂ કર્યું હતું. બૃજેશ નગ્ન થઈને તંત્ર વિદ્યા કરતો હતો આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બૃજેશના મોત બાદ ભાઈ ફૂળચંદે પોતાના ભાઈને જીવતો કરવા માટે તંત્ર વિદ્યા શરૂ કરી હતી અને ઘરના લોકોને ધમકી આપી હતી કે કોઈને કહ્યું છે કોઈએ તંત્ર વિદ્યામાં વિઘ્ન નાંખ્યું તો તેનો નાશ થઈ જશે. ત્યા
રબાદ તે પોતાના ભાઈની લાશને લઈને એક રૂમમાં તંત્રવિદ્યા કરતો રહ્યો હતો. પાડોશીઓએ આ અંગેની જાણકારી પોલીસે આપી હતી. ત્યારબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને દરવાજો ખટખટાવ્યો હતો. જોકે, અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતા. પોલીસે દરવાજો તોડ્યો હતો. પોલીસે રૂમની અંદર જોયું તો બૃજેશની લાશ પડી હતી અને ફૂલચંદ તંત્ર સાધના કરી રહ્યો હતો. લાશમાંધી દુર્ગધ આવી રહી હતી એટલે તેનું પોસ્ટમોર્ટમ પણ કરવું મુશ્કેલ હતું. એસપી ગ્રામીણ આદિત્ય લહંગેના જણાવ્યા પ્રમાણે કોઈ શિવલિંગ પ્રાપ્ત માટે બંને ભાઈઓ તંત્રવિદ્યા કરી રહ્યા હતા. આ દરમિયાન બૃજેશનું મોત થયું હતું. શરીર ઉપર વધારે પડતા અત્યારચારના કારણે મોત થયું હોવાનું માનવામાં આવે છે. ફૂલચંદની ધરપકડ કરવામાં આવી છે.SSS