Western Times News

Gujarati News

રેલવે દ્વારા ૧૩ લાખ કર્મચારીને સ્વાસ્થ્ય વીમા યોજના અપાશે

ભારતીય રેલવે હવે રેલકર્મીઓને ચિકિત્સીય ઉપચારના વ્યાપને વધારવાનો પ્રસ્તાવ હાલ કરી રહ્યું છે: અધિકારી

નવી દિલ્હી, ભારતીય રેલવેએ બુધવારે કહ્યું કે તેઓ પોતાના ૧૩ લાખ કર્મચારીઓને સ્વાસ્થ્ય વીમા યોજના પૂરી પાડીને તેમના સારવારની સુવિધા વ્યાપક કરવાનું વિચારી રહી છે. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ પહેલા જ પોતાના કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિજનોને રેલવે કર્મચારી ઉદારીકૃત સ્વાસ્થ્ય યોજના અને કેન્દ્રીય કર્મચારી સ્વાસ્થ્ય સેવાના માધ્યમથી ચિકિત્સા સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રેલવે હવે રેલકર્મીઓને ચિકિત્સીય ઉપચારના વ્યાપને વધારવાનો પ્રસ્તાવ કરી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના અનુરૂપ રેલકર્મીઓ માટે સમગ્ર સ્વાસ્થ્ય વીમા યોજનાથી જોડાયેલા તમામ પાસાઓને ચકાસવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ચિકિત્સા, આકસ્મિક પરિસ્થિતિઓ વગેરે દરમિયાન નાણાકીય જોખમોથી તેમને વીમા કવર ઉપલબ્ધ કરાવવું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રેલવેએ પોતાના તમામ મંડળો અને ઉત્પાદન એકમોના મહાપ્રબંધકોથી પ્રસ્તાવ પર તેમની ભલામણ અને પ્રતિક્રિયાઓ માંગી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

નિવૃત્ત રેલકર્મીઓને ઘરે બેઠા પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નવી જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ, એક એપ તૈયાર કરવામાં આવી છે. તેના માધ્યમથી સેવાનિવૃત્ત રેલવે કર્મચારીને ક્યાં ફાઇલ રોકાયેલી છે, ક્યાં સુધી ચૂકવણી થશે, તેની જાણકારી સરળતાથી મળી શકશે. રેલવે બોર્ડની પ્રિન્સિપલ એક્ઝક્યૂટિવ ડિરેક્ટર (એકાઉન્ટ્‌સ) અંજલી ગોયલે ૬ ઓગસ્ટે પત્ર જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નિવૃત્ત રેલવે કર્મચારીઓને પેન્શન સંબંધિત કાર્ય માટે ડીઆરએમ ઓફિસ કે અન્ય ઓફિસ જવાની આવશ્યકતા નહીં રહે. તેના માટે એપ તૈયાર કરવામાં આવી છે, જેનું નામ રેલ સર્વિસ-સીપીસી-૭-પીપીઓ છે. નિવૃત્ત રેલવે કર્મચારી મોબાઇલ પર એપ ડાઉનલોડ કરી શકે છે. એપમાં પોતાની સેવાનો નંબર મૂકીને તમામ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. પીઓઓથી ફેમિલી પેન્શનની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.