Western Times News

Gujarati News

મુસાફરી દરમિયાન દર કલાકે કોરોના સંક્રમણ થવાનો ખતરો ૧.૩ ટકા સુધી વધતો જાય છે.

નવીદિલ્હી, કોવિડ ૧૯ની શરૂઆત સાથે ન્યૂયોર્કમાં દર અઠવાડિયે ટ્રેનથી આવ-જા મુસાફરી પર બ્રેક લાગી છે. લગભગ પાંચ મહિના પછી અહીં જીવન સામાન્ય થઈ રહ્યું છે પરંતુ ટ્રેનનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા પહેલાની સરખામણીમાં ખૂબ ઓછી છે. જોકે, દુનિયામાં અનેક શહેર આ મામલે ખૂબ સારું કામ કરી રહ્યા છે. ન્યૂયાૅર્ક ટાઇમ્સની મદદથી થયેલા સર્વેમાં સામે આવ્યું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી એટલી ખતરનાક નથી, જેટલી પહેલા કહેવામાં આવતી હતી. જો માસ્ક પહેરી રાખવામાં આવે અને ભીડ પર કાબૂ રાખવામાં આવે તો કોરોના થવાનો ખતરો ખૂબ ઘટી જાય છે. પેરિસ શહેરની વાત કરીએ તો અહીં મેથી જુલાઇ સુધી અનેક કેસ સામે આવ્યા પરંતુ તેમાં એક પણ કેસ પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલો નથી. ટોક્સો અને ઑસ્ટ્રિયામાં પણ આવું જ જોવા મળ્યું હતું. જોકે, હજુ સુધી એવું પાક્કું ન કહી શકાય કે ટ્રેન કે બસમાં મુસાફરી કરવી કેટલી સુરક્ષિત છે. જોકે, જિંદગીને પાટા પર લાવવા માટે આવ-જા ફરીથી શરૂ કરવાનો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.

ભારતમાં લાંબા અંતરની ટ્રેન હાલ બંધ છે. જોકે, ૧૨ ઑગસ્ટના પછી આ અંગે કોઈ ર્નિણય લેવામાં આવી શકે છે. બીજી તરફ દિલ્હી મેટ્રો માટે પણ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. સમૂહમાં બેઠેલા દર્દીને ઇન્ડેક્સ પેશન્ટ અથવા પેશન્ટ ઝીરો કરવામાં આવે છે. અભ્યાસમાં માલુમ પડ્યું છે કે ઇન્ડેક્સ પેશન્ટથી પાંચ બેઠક આગળ-પાછળના લોકોથી લઈને આજુબાજુની ત્રણ બેઠક પર બેઠેલા મુસાફરને સંક્રમણ લાગવાનું જોખમ ૦.૩૨ ટકા છે. જો કોઈ વ્યક્તિ આવા દર્દીની બાજુમાં જ બેઠો હોય તો તેને સંક્રમણનો ખતરો સૌથી વધારે ૩.૫ ટકા સુધી હોય છે.

જોકે, આ સર્વે ત્રણ કલાક કરતા ઓછા સમયની મુસાફરી પર કરવામાં આવ્યો હતો. જો મુસાફરી ત્રણ કલાકથી વધારે હોય તો પરિણામ કંઈક અલગ આવે છે. આવા કિસ્સામાં ઇન્ડેક્સ દર્દીની બાજુમાં બેઠેલા મુસાફર પર સંક્રમણનું જોખમ વધી જાય છે. સર્વે દરમિયાન એવું જોવા મળ્યું કે મુસાફરી દરમિયાન દર કલાકે કોરોના સંક્રમણ થવાનો ખતરો ૧.૩% સુધી વધતો જાય છે. જોકે, સંક્રમણનો આધાર એના પર પણ રહેલો છે કે કોરોના સંક્રમિત વ્યક્તિ અને તેની બાજુમાં બેઠેલો વ્યક્તિ સ્વચ્છતા અંગે કેટલું ધ્યાન રાખે છે. જો, માસ્ક ન પહેરવામાં આવે અને હાથને નાક, કાન કે આંખ પાસે લઈ જવામાં આવે તો ખતરો વધી જાય છે. ટ્રેનની સાથે સાથે ફ્લાઇટમાં પણ કોરોના સંક્રમણનો ખતરો રહેલો છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

જોકે, વિમાનની મુસાફરીને પ્રમાણમાં સુરક્ષિત માનવામાં આવે છે. અમેરિકામાં પ્રકાશિત થયેલા સર્વેમાં કહેવાયું છે કે, માની લો કે ૧૪મી નંબર પર કોઈ સંક્રમિત વ્યક્તિ બેઠી છે અને તેના ખાસવા અથવા છીંકવા પર સૌથી વધારે ખતરો આગળ અને પાછળની બે-બે સીટ પર બેઠેલા લોકોને રહે છે. તેનાથી દૂર બેઠેલા વ્યક્તિ સુધી આ ખતરો પહોંચતાં પહોંચતા ૧ ટકા થઈ જશે. બીજી તરફ ફ્લાઇટ ક્રૂ કે જેઓ મુસાફરોની મદદ માટે સતત ફરતા હોય છે તેમને સંક્રમણનું જોખમ પાંચથી ૨૦ ટકા રહેલું છે. હાલમાં લગભગ તમામ જગ્યા પર જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો માસ્ક ફરજિયાત કરાયું છે. આ ઉપરાંત વિમાન મુસાફરી દરમિયાન આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત છે. HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.