ગહલોત અને પાયલટ સમર્થક એક બીજાને નીચા બતાવવામાં લાગ્યા
જયપુર, દોઢ મહીના સુધી ચાલેલ રાજકીય સંગ્રામ બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલોટની વચ્ચે ઉપરછલ્લો વિવાદ અટકી ગયો છે પરંતુ અંદર બંન્ને જુથોની વચ્ચે મતભેદની ચિંગારીઓ રહી રહી ઉઠી રહી છે. વાડાબંધી દરમિયાન જયાં પહેલા એક બીજાની વિરૂધ્ધ નિવેદનબાજીનો દૌર ચાલી રહ્યો હતો ત્યાં હવે ચુંટણી વિસ્તારોમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે રાજકીય મતભેદની આ લડાઇનો એક નજારો ભરતપુર જીલ્લામાં જાેવા મળ્યો હતો.ગહલોત જુથના એક ધારાસભ્યના પહોંચવા પર પાયલટ સમર્થકોએ ભારે સુત્રોચ્ચાર કર્યા.
હકીકતમાં બસપાથી કોંગ્રેસમાં સામેલ થયેલ ગહલોત જુથની વિરૂધ્ધ જાેગિન્દ્ર સિંહ અવાના પોતાના મત વિસ્તાર નદબઇ પહોંચ્યા હતાં ત્યાં પહોંચવા પર પાયલટ સમર્થકોએ એવાનાની સામે પાયલોટના સમર્થનમાં ભારે સુત્રોચ્ચાર કરી હુટીંગ કરી સ્થિતિ એ થઇ ગઇ કે અવાના જે તરફ પણ ગયા પાયલોટ સમર્થક તેમની પાછળ ચાલતા રહ્યાં અને સુત્રોચ્ચાર કરતા લગયા હતાં આથી અવાના ખુદને અસહજ અનુભવી રહ્યાં હતાં પરંતુ પાયલટ સમર્થકોએ તેમનો પીછો છોડયો નહીં. પાયલટ સમર્થકોમાં મોટાભાગના ગુર્જર સમાજના લોકો હોવાની બતાવવામાં આવ્યા હતાં અવાના ખુદ ગુર્જર છે હંગામો વધતો જાેતા આખરે અવાના ગાડીમાં બેસી જયપુર રવાના થઇ ગયા હતાં
ગહલોત અને પાયલટની વચ્ચે લાંબા રાજકીય સંગ્રામ બાદ દિલ્હીમાં કેન્દ્રીય નેતાઓના હસ્તક્ષેપથી બંન્ને વચ્ચે રાજકીય સમાધાન તો થઇ ગયું પરંતુ મનભેદ હજુ દુર થયા નથી આજ કારણ છે કે બંન્ને જુથોના નેતાઓને જયારે પણ અને જયાં પણ તક મળે છે તેઓ એકબીજાને નીચા બતાવવાથી દુર રહેતા નથી જાે કે જાહેરમાં બંન્ને જુથ હવે મતભેદ અને મનભેદની વાત સીધી રીતે સ્વીકારતા નથી પરંતુ તે તેમના નિવેદનો અને વ્યવહારથી સ્પષ્ટ નજરે આવે છે કે બે દિવસ પહેલા પાયલોટ પોતાના ચુંટણી મત વિસ્તાર ટોંકમાં ગયા તો ગહલોત સમર્થકોએ તેમના પ્રવાસથી અંતર બનાવી રહ્યાં હતાં.