Western Times News

Gujarati News

એક દિવસ લોકસભા અને એક દિવસ રાજયસભા ચાલશે

નવીદિલ્હી, કોરોના કાળમાં સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી શરૂ થનારા સંસદના ચોમાસા સત્રને શરૂ કરવાની તૈયારી તેજ થઇ છે સંસદનું વર્તમાન ચોમાસુ સત્ર સપ્ટેમ્બરના બીજા અઠવાડીયાથી શરૂ થશે પરંતુ આ વખતે નજારો કંઇક અલગ જાેવા મળશે. કહેવાય છે કે સંસદ સત્રમાં લોકસભા અને રાજયસભાની કાર્યવાહી એલર્ટનેટ ડેના આધારે એટલે કે એક દિવસ લોકસભા ચાલશે અને બીજા દિવસે રાજયસભા ચાલશે આ પગલું કોવિડ ૧૯ના પ્રસારને રોકવાના હેતુથી ઉઠાવાયું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સસદ વર્ચુઅલી નહીં પરંતુ ફિઝીકલી મળશે. લોકસભાની કાર્યવાહી લોકસભા હોલ રાજયસભા હોલ અને સેન્ટ્રલ હોલથી ચાલે તેવી સંભાવના છે જયારે રાજયસભાની કાર્યવાહી રાજયસભા અને લોકસભા હોલ અને લોબીાં આયોજિત કરવામાં આવશે જાે કે અત્યાર સુધી બેઠકની વ્યવસ્થાની બાબતે અંતિમ નિર્ણય લેવાયો નથી સુત્રોના જણાવ્યા અનુસાર દરેક એન્ટ્રી અને એગ્ઝિટ પોઇન્ટ પર હૈંડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવામાં આવશે. એ યાદ રહે કે કોરોના વાયરસના કારણે સંસદનું બજેટ સત્ર ઉતાવળમાં સ્થિગત કરવામાં આવ્યું હતું બંધારણીય હેઠળ એક સંસદનો અંત અને આગામી શરૂઆત વચ્ચે છ મહીનાથી વધુનો સમય રખાતો નથી આથી ચોમાસુ સત્ર શરૂ કરવા માટે સંસદની પાસે ૨૩ સપ્ટેમ્બર આખરી તારીખ છે.

જો કે આ પહેલા એક પ્રસ્તાવ હતો કે સેન્ટ્રલ હોલથી બંન્ને ગૃહોને ચલાવવામાં આવે ચાર ચાર કલાકની બે શિટમાં દરેક દિવસે લોકસભા અને રાજયસભાને ચલાવવામાં આવે પહેલી શિફટ લોકસભા માટે અને બીજી શિફટ રાજયસભાની કાર્યવાહી માટે પરંતુ સ્વચ્છતાને કારણે આમ કરવામાં આવશે નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.