સંસદના ચોમાસુ સત્રમાં ચીનના મુદ્દે વિરોધ પક્ષ સરકારને ઘેરશે
નવીદિલ્હી, સંસદના ચોમાસુ સત્રની તારીખોને લઇ હજુ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ મોદી સરકાર અને વિરોધ પક્ષો તરફથી રાજકીય ચોખટા બિછાવવામાં આવી રહ્યાં છે સત્ર પહેલા જ ફેસબુકને લઇ કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે આ ઉપરાંત કોંગ્રેસ ચીનથી ચાલી રહેલ તનાવ ખાસ કરીને લદ્દાખના ગલવામાં થયેલ સંધર્ષમાં ૨૦ સૈનિકોની શહાદત પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. એક અમેરિકી સમાચાર પત્રમાં ફેસબુકની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવનારી રિપોર્ટ આવ્યા બાદ કોંગ્રેસ અને ભાજપમાં જુબાની જંગ જારી છે.
કોંગ્રેસનો પ્રયાસ ભારત ચીનની વચ્ચે જારી તનાવ અને ગલબામાં થયેલ સંધર્ષના મામલામાં વિરોધ પક્ષને એક કરવાનો છે કોંગ્રેસની રણનીતિ સત્ર પહેલા વિરોધ પક્ષોની બેઠક બોલાવી સંયુકત રણનીતિ તૈયાર કરવાની છે. આ દરમિયાન ચોમાસુ સત્ર માટે તૈયારી શરૂ થઇ ગઇ છે સુત્રોનું કહેવુ છે કે સત્ર બે અઠવાડીયાનું હશે અને ૧૦ સપ્ટેમ્બર સુધી શરૂ થઇ શકે છે કોરોના મહામારીને કારણ સત્ર દરમિયાન સામાજિક અંતર બનાવી રાખવા માટે અનેક રીતની તૈયારી કરવામાં આવી છે. આ હેઠળ લોકસભા અને રાજયસભાની બેઠક ફકત અલગ અલગ સમયે થશે એટલું જ નહીં પરંતુ બેઠક દરમિયાન બંન્ને ગૃહોનો ઉપયોગ કરવામાં આવશે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
આ દરમિયાન કોંગ્રેસ સાંસદ અને સંસદની માહિતી ટેકનોલોજી સંબંધી સ્થાયી સમિતિના અધ્યક્ષ શશિ થરૂરે ભાજપ સાંસદ નિશિકાંત દુબેની વિરૂધ્ધ વિશેષાધિકાર હનનની નોટીસ આપી છે થરૂરે દુબે પર અપમાનજનક ટીપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે તેના જવાબમાં નિશિકાંત ડુબેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને થરૂરની વિરૂધ્ધ જવાબી વિશેષાધિકાર ભંગની નોટીસ આપી છે. થરૂરે ફેસબુકને સમિતિ તરફથી નોટીસ મોકલવાની વાત કહી હતી તેના પર દુબેએ કહ્યું કે સમિતિના અધ્યક્ષને સભ્યોની સાથે એજન્ડા પર ચર્ચા કર્યા વિના કંઇ પણ કરવાનો અધિકાર નથી તેના પર થરૂરનું કહેવું છે કે આમ કહી દુબેને સમિતિ અને સંસદની ગરિમા તોડી છે.
રાહુલ અને થરૂરની વિરૂધ્ધ જવાબી નોટીસ આપતા દુબેએ કહ્યું કે આ પહેલો મામલો છે જયારે સંસદીય સમિતિના અધ્યક્ષે પોતાના સાથી સભ્યોની વિરૂધ્ધ વિશેષાધિકાર ભંગની નોટીસ આપી છે.તેમણે પોતાની નોટીસને યોગ્ય ઠેરવતા કહ્યું કે થરૂર અને રાહુલે ભાજપ પર ખોટા આરોપ લગાવ્યા છે ભાજપ પર આરોપનો અર્થ તેમના તમામ સાંસદો પર આરોપ લગાવવાનો છે.HS