Western Times News

Gujarati News

સાઉદી આરબથી તનાવ વચ્ચે યુએઇ ઇઝરાયેલ સમજૂતિથી પાક.બેચેન

ઇસ્લામાબાદ, કાશ્મીરના મુદ્દા પર કારણ વિના ગભરાહટમાં સાઉદી આરબથી સંબંધ ખરાબ કરી ચુકેલ પાકિસ્તાની વિદેશ નીતિ હવે સંયુકત આરબ અમીરાત ઇઝરાયેલ શાંતિ સમજૂતિથી નવી મુશ્કેલીમાં ઘેરાઇ ગઇ છે. તાજેતરમાં એક મુલાકાતમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇઝરાયેલની સાથે સંબંધ સ્થાપવાની સંભાવનાને પુરી રીતે ફગાવી દીધી હતી.
ઇમરાને કહ્યું હતું કે અમારૂ વલણ પહેલા જ દિવસથી સ્પષ્ટ છે અને કેદ એ આઝમ મોહમ્મદ અલી જિન્નાએ કહ્યું હતું કે પાકિસ્તાન ઇઝરાયેલને ત્યાં સુધી સ્વીકારશે નહીં જયાં સુધી ફિલિસ્તાનીના લોકોને તેમનો અધિકૌર મળતો નથી ઇઝરાયેલ અને પાકિસ્તાન વચ્ચે કુટનીતિક સંબંધ નથી.

સત્તામાં બે વર્ષ પુરા કરનાર ઇમરાન સરકારના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ પાકિસ્તાનના જુના સાથી સાઉદી આરબને નારાજ કરી દીધા તો આ દરમિયાન યુએઇ ઇઝરાયેલ સમજૂતિથી પાકિસ્તાન માટે પડકાર વધી ગયો છે.  ભારત દ્વારા જમ્મુ કાશ્મીર રાજયને વિશેષ દરજજાે આપનાર કલમ ૩૭૦ને ખત્મ કરવાના પહેલા વર્ષ પર કુરેશીએ ટીવી મુલાકાતમાં પાકિસ્તાનનો સાથ નહીં આપવાને લઇ સાઉદી આરબની ટીકા કરી કાશ્મીર મુદ્દા પર ઇસ્લામિક સહયોગ સંગઠનની બેઠક નહીં બોલાવવા પર નારાજગી વ્યકત કરતા કુરૈશીએ કહ્યું હતું કે તે ઇમરાન ખાનથી કહેશે કે ખુદ જ તે ઇસ્લામિક દેશોની બેઠક બોલાવી તો આ મુદ્દા પર પાકિસ્તાનની સાથે છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

કુરૈશીના નિવેદનથી રિયાદ એ રીતે ગુસ્સે ભરાયુ કે પાકિસ્તાનને સમય સમય કરતા પહેલા એક અરબ ડોલરનું દેવુ પાછુ આપવું પડયું તેના પર એક અરબ ડોલર વધુ પાછા આપવાનું દબાણ છે. કુરૈશી દ્વારા લગાવવામાં આવેલી આગને બુઝાવવા માટે પાકિસ્તાનના સેના અધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવા પાકિસ્તાન દોડયા પરંતુ તેમના હાથ પણ ખાલી રહ્યાં સાઉદી ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને બાજવાને મળવાનો સમય જ આપ્યો નહીં ત્યારબાદ કુરૈશી ચીન ગયા છે.
દરમિયાન યુએઇ ઇઝરાયેલ શાંતિ સમજૂતિએ પાકિસ્તાન માટે સ્થિતિ વધુ ગુંચવાઇ દીધી છે પાકિસ્તાન પરંપરાગત રીતે સાઉદી આરબ અને યુએઇ પર ખુબ નિર્ભર રહ્યું છે ઇરાનને આ સમજૂતિની ટીકા કરી છે પરંતુ પાકિસ્તાને સંભાળતા કહ્યું કે આ ધટના પર દુરગામી પ્રભાવ હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.