Western Times News

Gujarati News

મોટી સંખ્યામાં સ્થાનિક યુવા આતંકી ગતિવિધિઓમાં સામેલ થઇ રહ્યાં છે

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરવા છતાં કેન્દ્ર સરકારે સુરક્ષા સ્થિતિમાં સુધાર નથી કર્યો છે. કાશ્મીરમાં સક્રિય સુરક્ષા દળો અને અથડામણોની વધતી સંખ્યા છતાં પણ અનેક સ્થાનિક લોકો આતંકવાદીઓની શ્રેણીમાં સામેલ થઇ રહ્યાં છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સરકાર માટે એક મોટો ચિંતાનો વિષય બનેલ છે. મંત્રાલયના ડેટાથી ખબર પડે છે કે આ વર્ષના પહેલા સાત મહીનામાં ૯૦ સ્થાનિક લોકો વિવિધ આતંકવાદી સમૂહોમાં સામેલ થઇ ગયા છે તેમાંથી ૪૫ હિઝબુલ મુજાહિદ્દીન ૨૦ લશ્કર એ તોઇબા,૧૪ જૈશ એ મોહમ્મદ ૭ અલ બદ્ર,બે અંસાર ગજવત ઉલ હિંદ અને એક આઇએસજેકેમાં સામેલ થઇ ગયા છે જે ઇસ્લામિક સ્ટેટથી પ્રેતિક એક આતંકી સંગઠન છે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આગળ જે ચિંતા પેદા થઇ રહી છે તે એ છે કે આ સંખ્યા આશાથી વધુ થઇ શકે છે આ પહેલા સુરક્ષા દળોને પરિવાર કે પડોસીઓ કે ત્યાં સુધી કે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવે છે જાે એક જવાન ગુમ થઇ ગયો અને આતંકવાદીઓમાં સામેલ થઇ ગયો પરંતુ હવે ન તો કોઇ પોસ્ટ ઓનલાઇન થઇ રહ્યાં છે અને ન જ પરિવાર આગળ આવી રહ્યાં છે. અથડામણોમાં મૃત્યુ પામનારાઓ આતંકીઓની ઓળખથી ખબર પડે છે કે તેમાંથી મોટાભાગના સ્થાનિક છે વાસ્તવમાં અથડામણોમાં માર્યા ગયેલા ૯૦ ટકાથી વધુ આતંકવાદી કાશ્મીરી સ્થાનીક છે.

નોર્થ બ્લોકના એક અધિકારીએ કહ્યું કે આ વર્ષના પહેલા સાત મહીનામાં ઘાટીમાં માર્યા ગયેલા ૧૩૬ આતંકવાદીઓમાંથી ૧૨૧ સ્થાનિક હતાં અને ફકત ૧૫ વિદેશી હતાં ૨૦૧૯માં માર્યા ગયેલા ૧૫૨ આતંકવાદીઓમાંથી ૧૧૯ સ્થાનિક હતાં તેમણે કહ્યું કે ભલે ગમે તેટલા આતંકવાદી માર્યા જાય તેમની સંખ્યામાં કમી આવશે નહીં દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ૨૪ આતંકવાદી માર્યા ગયા છે.

પરંતુ ૨૩ સ્થાનિક જવાન આતંકવાદીઓમાં સામેલ થઇ ગયા અધિકારીઓએ કહ્યું કે શોપિયામાં ૧૦ ઓગષ્ટે આતંકવાદીઓમાં સામેલ થનાર એક યુવક ૧૯ ઓગષ્ટે અથડામણાં માર્યો ગયો હતો કાશ્મીર પોલીસ મહાનિરીક્ષક વિજયકુમારે કહ્યું કે ૯૦ સ્થાનિક લોકોમાંથી જે જુન અને ઓગષ્ટ વચ્ચે વિવિધ આતંકી સંગઠનો દ્વારા ભરતી કરવામાં આવ્યા હતાં અમે ૩૮ને ખતમ કર્યા અને ૧૫ની ધરપકડ કરવામાં સફળતા હાંસલ કરી છે.ગૃહ મંત્રાલયના આંકડાથી એ ખબર પડે છે કે ૨૧૬ સ્થાનિક લોકોને પણ શરણ આપવી કે આંતકવાદીઓને શરણ આપવા માટે ધરપકડ કરવામાં આવી છે. કોરોનાવાયરસ પ્રેરિતક લોકડાઉનના કારણે યુવા ઝડપથી અલગ થઇ રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.