કોરોનાને કારણે બિહાર વિધાનસભાની ચુંટણી યોજાય નહીં: યશવંત સિન્હા
પટણા, પૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી અને યુનાઇટેડ ડેમોક્રેટિક અલાયંસ (યુડીએ)ના સંયોજક યશવંત સિન્હાએ જણાવ્યું હતું કે બિહાર વિધાનસભા ચુંટણીનો સમય કોવિડ ૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને વધારવો જાેઇએ બિહારમાં ઓકટોબર નવેમ્બર વિધાનસભા ચુંટણી સંભાવિત છે રાજયમાં કોવિડ ૧૯ના કારણે અત્યાર સુધી ૫૭૪ લોકોના મોતની સાથે ૧.૧૫ લાખ લોકો તેનાથી પીડિત થઇ ચુકયા છે.
યશવંત સિન્હાએ કહ્યું કે મોટી વિડંબના છે કે રાજયમાં કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખી કોઇ રાજનીતિક ગતિવિધિઓ આયોજીત કરી શકાશે નહીં પરંતુ આમ છતાં ચુંટણી થઇ શકે છે.તેમણે કહ્યું કે મારૂ માનવું છે કે વર્તમાન પરિદ્શ્યમાં ચુંટણી થવી જાેઇએ નહીં હું માંગ કરૂ છું કે રાજયમાં વિધાનસભા ચુંટણીનો સમય બદલવો જોઇએ. HS