આધ્રપ્રદેશમાં ડેરીમાં અમોનિયા ગેસ લીક થતા ૨૦ કર્મચારી બિમારી
હૈદરાબાદ, આંઘ્રપ્રદેશમાં એક પ્રાઇવેટ ડેરી યુનિટમાં અમોનિયા ગેસના રિસાવથી ૨૦ લોકો બીમાર થઇ ગયા છે આંધ્રપ્રદેશના ચિત્તરમાં એક ખાનગી કૃષિ ઉત્પાદ કંપનીની ડેરીમાં ગુરૂવારે રાતે અમોનિયા ગેસના રિસાવથી ઓછામાં ઓછા ૨૦ કર્મચારીઓ બીમાર પડી ગયા હતાં આ ૨૦ કર્મચારીઓમાં ૧૪ મહિલાઓ છે. પોલીસે જણાવ્યું હતું કે ત્રણ પીડિતોને તિરૂપતિની રૂઇયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જયારે પાંચ પડોસી રાજય તમિલનાડુના વેલ્લોર ખાતે સીએમસી હોસ્પિટલમાં દાખલ છે તેમણે કહ્યું કે બાકીના દર્દીઓની સારવાર ચિત્તુરની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે.
ચિત્તુરના જિલાધિકારી નારાયણ ભારત ગુપ્તા અને પોલીસ અધીક્ષક સેંથિલ કુમારે પ્રાઇવેટ ડેરીનો પ્રવાસ કર્યો અને બચાવ અભિયાનનું નિરક્ષણ કર્યું ભારત ગુપ્તાના અનુસાર ગેસ રિસાવ તે સમયે થયો જયારે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું કહેવાય છે કે એ તમામ બીમાર કર્મચારી કોન્ટ્રાકટ પર હતાં અને આ રાતની ફરજ કરવા આવ્યા હતાં. તેમણે કહ્યું કે અમે તપાસના આદેશ આપી દીધા છે અને ત્યારબાદ જ ઘટનના યોગ્ય કારણોની તપાસ ચલાવીશું સંભવિત માનવીય બેદરકારીને કારણે પણ તપાસ કરવામાં આવશે તેમણે કહ્યું કે બીમાર પડેલ કર્મચારીઓની હાલત સ્થિર છે.ચિંતાનો કોઇ વાત નથી.HS