૨૦ સપ્ટેમ્બરના રોજ બિહાર વિધાનસભાની ચુંટણી જાહેર થઇ શકે છે
પટણા, બિહાર વિધાનસભા ચુંટણીની તારીખોની જાહેરાતને લઇને અટકળો શરૂ થઇ ગઇ છે સુત્રોના જણાવ્યા અનુસાર બે ત્રણ તબક્કામાં ચુંટણી સંપન્ન કરાવી શકાય છે.માનવામાં આવે છે કે નવેમ્બર મહિનો પુરો થતા થતાં બિહારમાં ચુંટણી થઇ જશે. સુત્રોએ એ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લદાવી બિહાર ચુંટણી કરાવવાની જે આશંકા વ્યકત કરવામાં આવી રહી હતી તેમ કરવામાં આવશે નહીં. સુત્રોનું કહેવુ છે કે ચુંટણી પંચની વચ્ચે મંત્રણા ચાલી રહી છે કે બિહારમાં મતદાન બે ત્રણ તબક્કામાં સંપન્ન કરાવવામાં આવે આવામાં આશંકા છે કે જાે બે ત્રણ તબક્કામાં ચુંટણી થાય છે તો તેની જાહેરાતમાં વિલંબ થઇ શકે છે ૨૦૧૫ની વિધાનસભા ચુંટણીની જાહેરાત ૯ સપ્ટેમ્બરના રોજ થઇ હતી તે દરમિયાન બિહારમાં છ તબક્કામાં ચુંટણી થઇ હતી.
સુત્રોનું કહેવુ છે કે ચુંટણી પંચ ૨૦ સપ્ટેમ્બર કે તેની આસપાસની તારીખ પર ચુંટણીનું જાહેરનામુ જારી કરી શકે છે કોરોના કાળમાં મતદાન કેવી રીતે કરાવવામાં આવે તેને લઇ એક વિસ્તૃત ગાઇડલાઇસ જારી કરી શકાય છે.તે ગાઇડલાઇસ ટુંક સમયમાં જારી થઇ શકે છે ગાઇડલાઇસને લઇ ચુંટણી પંચે લાંબી ચર્ચા વિચારણા કરી ચુકયું છે. સુત્રોનું કહેવુ છે કે ચુંટણી પંચ પ્રચારની પધ્ધતિ વૃઘ્ઘો માટે મતદાનની પ્રક્રિયા વગેરે તમામ બાબતોની વિસ્તૃત માહિતી જારી કરશે. મુખ્યમંત્રી નીતીશકુમારે પણ અનેક પ્રોજેકટના શિલાન્યાસ અને ઉદ્ધાટન પ્રસંગે સંકેત આપ્યા હતાં કે બિહાર વિધાનસભા ચુંટણીની જાહેરાત સપ્ટેમ્બરમાં થઇ શકે છે.
૨૦૧૫ની વિધાનસભા ચુંટણીમાં રાજદ અને જદયુ મળી મેદાનમાં ઉતરી હતી જયારે તેનો મુકાલબલો ભાજપ એલજેપી આરએલએસપી હમ ગઠબંધન સાથે હતો ચુંટણીમાં રાજદ જદયુ ગઠબંધનને ભારે જીત મળી હતી જાે કે લગભગ એક વર્ષ બાદ જ નીતીશકુમારે ગઠબંધન તોડી નાખ્યું અને ભાજપની સાથે હાથ મિલાવી દીધો અને સરકાર ચલાવી રહ્યાં છે આ વર્ષ વિધાનસભા ચુંટણીમાં ભાજપ જદયુ એલજેપી હમ ગઠબંધનમાં ભાગ્ય જમાવી શકે છે બીજી તરફ રાજદ આરએલએસપી પડકાર રજુ કરી શકે છે.HS