યુપીમાં ભરતી કૌભાંડમાં પૂર્વ ડીજીની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ થઇ શકે છે
લખનૌ, ઉત્તરપ્રદેશ કૃષિ અનુસંધાન પરિષદમાં વર્ષ ૨૦૧૫માં પોતાના અનેક સંબંધીઓને નિયમોની વિરૂધ્ધ જઇ નિયુક્તિ આપવાના મામલાની તપાસમાં દોષી જણાયેલ પરિષદના તે સમયના મહાનિદેશક રાજેન્દ્રકુમારની વિરૂધ્ધ એફઆઇઆર પણ દાખલ થઇ શકે છે આ માહિતી પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ આપી. આ ભરતી કૌભાંડની તપાસમાં દોષિત જણાયેલા ત્રણ વૈજ્ઞાનિકો નવ અધિકારીઓ સહિત ૧૯ લોકોને બરતરફ કરવામાં આવ્યા હતાં શ્રી શાહે કહ્યું કે તે સમયના મહાનિદેશક રાજેન્દ્રકુમારને આરોપપત્ર ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું છે આરોપપત્ર પર તે જે જવાબ આપશે તેનું પરીક્ષણ થશે જાે જવાબ સંતોષકારક નહીં જણાય તો તેમની વિરૂધ્ધ પોલીસમાં એફઆઇઆર દાખલ કરવામાં આવશે શાહીએ કહ્યું કે આ મામલામાં કોઇને પણ છોડવામાં નહીં આવે.
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ભરતી કૌભાંડમાં પરિષદના તે સમયના સચિવ નાણાં નિયંત્રક અને અન્ય જે પણ લોકો દોષીત જણાયા છે તેમને કારણ બતાવો નોટીસ જારી કરવામાં આવશે જાે આ લોકોનો જવાબ સંતોષજનક નહીં મળ્ તો આ લોકોની વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ ૨૦૧૫માં આ ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં પ્રદેશની નવી સરકારના તે સમયના મુખ્ય સચિવ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી હેમંત રાવને તપાસ સોંપી હતી તેમણે ૨૦૧૮માં તપાસ પુરી કરી શાસનો રિપોર્ટ સોંપી દીધો હતો આ તપાસ રિપોર્ટમાં તે સમયના મહાનિદેશક રાજેન્દ્ર કુમાર સચિવ ઇન્દ્રનાથ મુખર્જી અને સહાયક નિદેશક ડો સંજીવ કુમાર સહિત કુલ ૨૩ લોકો દોષી જણાયા હતાં તેમાંથી ચાર લોકોએ નોકરી છોડી દીધી હતી બાકીના ૧૯ને હવે બરતરફ કરી દેવામાં આવ્યા છે.HS
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf