આજથી એસટીની પ્રીમિયમ બસોનું સંચાલન શરૂ કરાશે
અમદાવાદ: અમદાવાદ અને સુરત વચ્ચે શુક્રવારથી એસ.ટી.બસોની શરૂઆત થઇ ચૂકી છે. આ બસો એક્સપ્રેસ બસો હશે અને ૫૦ ટકા કેપેસિટી સાથે ચાલશે. જ્યારે આવતીકાલથી ગણેશ ચતુર્થીના દિવસથી એસ.ટી.નિગમ દ્વારા પોતાની પ્રીમિયમ બસો શરૂ કરાશે. આવતીકાલથી ગણેશ ચતુર્થીના દિવસથી એસ.ટી.નિગમ દ્વારા પોતાની પ્રીમિયમ બસો શરૂ કરાશે. એસટી નિગમના લેબર ઓફિસર કે.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, એસ.ટી.નિગમની ૧૮૯ પ્રીમિયમ બસોમાંથી ૪૦ બસો આવતીકાલે ગણેશ ચોથથી શરૂ થશે.
આમ મુસાફરોને ગણેશ ચતુર્થીની ભેટ એસ.ટી. નિગમ દ્વારા આપવામાં આવી છે.આ બસો ૬૦ ટકા પેસેન્જર કેપેસિટી સાથે ચાલશે. જેની અંદર વોલ્વો, એસી સ્લીપર, એસી સીટરનો સમાવેશ થાય છે. આ બસો જ્યારથી લોકડાઉન લાગુ પડ્યું ત્યારથી બંધ હતી. એસ.ટી.ના ઉપાઘ્યક્ષ અને વહીવટી સંચાલક સાથેની બેઠકમાં આ ર્નિણય લેવાયો હતો.
બસોને કોરોનાની સરકારી ગાઈડલાઇન પ્રમાણે ધોઈને સેનિટાઈઝ કરવામાં આવશે. પેસેન્જરોને પણ તકેદારી સાથે બસોમાં પ્રવેશ આપવામાં આવશે. પેસેન્જરોનું થર્મલ સ્ક્રીનીંગ પણ કરાશે.આવતીકાલથી ૧૭ વોલ્વો બસ, ૧૩ એસી સીટર, ૧૦ એ.સી.સ્લીપર બસ શરૂ કરવામાં આવશે. વોલ્વો બસોનું સંચાલન ઃ નેહરુનગર થી બરોડા,અમદાવાદ થી રાજકોટ,નેહરુનગર થી નવસારી, એસી સ્લીપર બસોનું સંચાલન ઃ ગાંધીનગર થી દ્વારકા,ગાંધીનગર થી સોમનાથ,,ગાંધીનગર થી દિવ,,ગાંધીનગર થી ભુજ,ભુજ થી વડોદરા, એસી સીટર બસોનું સંચાલન ઃઅમદાવાદ થી ડીસા,અમદાવાદથી ભાવનગર,અમદાવાદ થી મોરબી,ગાંધીનગર થી અમરેલી.