મુખ્યમંત્રીએ નિવાસસ્થાને ટ્રી પ્લાન્ટ ગણપતિનું સ્થાપન કર્યું
ગણેશ ચતૃથિનો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસથી સૌ મનાવે છે. ખાસ કરીને વડોદરા સુરત વલસાડ વગેરે સ્થળો એ ધામ ધુમ પૂર્વક વિઘ્ન હર્તા ગણેશજી નો ઉત્સવ મોટા પાયે ઉજવાય છે. આ વર્ષે કોરોના સંક્રમણ ને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘર માં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્ય મંત્રીશ્રી એ સૌને અપીલ પણ કરેલી છે.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ પણ પોતાના નિવાસસ્થાને અભિનવ વિચાર સાથે ગણેશ સ્થાપન કર્યું છે. પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશનો એક નવતર અભિગમ તેમણે આ ગણેશ સ્થાપનમાં અપનાવ્યો છે.
આ નવતર અભિનવ વિચારમાં મુખ્ય મંત્રીએ પૌધામાં પરમાત્માની ભાવના સાથે સૌને પર્યાવરણ જતન સંવર્ધન માટે મોટા પાયે વૃક્ષો વાવવા આ અવસરે આગ્રહ ભરી અપીલ પણ કરી છે.