કાશ્મીર પર આંચકા બાદ પાકિસ્તાને સાઉદી આરબનો સાથ છોડયો
ઇસ્લામાબાદ, સાઉદી આરબ અને અમેરિકાના પૈસા પર આશ્રિત પાકિસ્તાને હવે જુના માલિકોને દગો આપી પોતાના નવા માલિકની શોધ કરી લીધી છે પાકિસ્તાનના આ નવા માલિકનું નામ છે ચીન.એટલું જ નહીં પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીની હેનાન યાત્રા દરમિયાન ચીને પોતાના આયરન બ્રધર પાકિસ્તાનના સ્વતંત્ર રસ્તો અપનાવવાનું સમર્થન પણ કરી દીધો છે ચીન અને પાકિસ્તાને ભારતને સંદેશ આપતા એ પણ જાહેરાત કરી કે તે પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા મળીને કરશે હકીકતમાં ચીન અને પાકિસ્તાનની આ નાપાક દોસ્તી એવા સમયે બની રહી છે જયારે સાઉદી આરબ અને અમેરિકાએ ઇસ્લામાબાદને કાશ્મીર પર આંચકા આપ્યો છે જયાર્ ડ્રેગનનો ભારતની સાથે સીમા પર તનાવ ચરમ પર પાકિસ્તાની અખબર એકસપ્રેસ ટ્રિબ્યુનલના રિપોર્ટ અનુસાર ચીને પાકિસ્તાનના સ્વતંત્ર તરીકેના વિકાસનો માર્ગ પસંદ કરવાનું સમર્થન કર્યું છે જે રાષ્ટ્રીય શરતો સારી બહારી સુરક્ષા વાતાવરણ અને આંતરરાષ્ટ્રીય તથા ક્ષેત્રીય મામલામાં વધુ સકારાત્મક ભૂમિકા નિભાવવા પર આધારિત છે.
ચીન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની વાતચીત બાદ જારી સંયુકત નિવેદનમાં તેનો ઉલ્લેખ કર્યો છે પાકિસ્તાની વિદેશ મંત્રીની આ ચીન યાત્રા આવા સમય પર થઇ છે જયારે પાકિસ્તાનના સાઉદી આરબ અને યુઇઇની સાથે ટકરાવ ચાલી રહ્યાં છે આ બંન્ને જ દેશોએ પાકિસ્તાનની કાશ્મીર પર ગેરવ્યાજબી માંગને સમર્થન કર્યું નથી એટલું જ નહીં કુરૈશીના ઇસ્લામિક દેશોના એક અલગ જુથ બનાવવાની ધમકી બાદ નારાજ સાઉદી આરબે પોતાના પૈસા પાછા માંગ્યા છે ચીને આ તકનો લાભ ઉઠાવતા પાકિસ્તાન પર પોતાની પકડ વધુ મજબુત કરી લીધી છે.
ચીને પાકિસ્તાનને લોન ચુકવવા માટે એક અરબ ડોલર આપ્યા છે જેને તેણે સાઉદી આરબને આપ્યા છે હવે પાકિસ્તાન તુર્કી અને મલેશિયાની સાથે મળી મુસ્લિમ દેશોનું એક અલગ જુથ બનાવવાની ઇચ્છા રાખે છે ચીન અને પાકિસ્તાનની વચ્ચે ઘોષણાપત્રમાં સૌથી મહત્વપૂર્ણ હિસ્સો એ છે કે ચીને પાકિસ્તાનને આવી સ્વતંત્ર નીતિઓને બનાવવાનું સમર્થન કર્યું છે જે તેના રાષ્ટ્રીય હિતમાં છે ચીને કહ્યું કે દક્ષિણ એશિયામાં પાકિસ્તાન તેનો સૌથી સાચો ભાગીદાર છે એટલુ જ નહીં ચીન પાકિસ્તાનના ક્ષેત્રીય અખંડતા સંપ્રભુતા અને સ્વતંત્રતા તથા સ્વતંત્ર રીતે પિકાસના માર્ગને સમર્થન કરે છે જે તેના પોતાના રાષ્ટ્રીય હિત પર આધારિત છે.HS