કોરોના કાળમાં ચીને ભારે પ્રમાણમાં ભારતીય ઉત્પાદનોની ખરીદદારી કરી
નવીદિલ્હી, સરકાર મહામારીથી ઝઝુમી રહેલ ભારતીય અર્થવ્યવસ્થાને બહાર લાવવા માટે આયાત ઘટાડવા અને નિર્યાત વધારવા પર ભાર આપી રહી છે ક્રિસિલના રિપોર્ટ અનુસાર એકબાજુ ભારતમાં ચીની ઉત્પાદનોના બહિષ્કાર માટે અભિયાન ચાલી રહ્યું છે ત્યાં બીજી તરફ ચીને ભારતીય સામાનોની ભારે આયાત કરી છે આ વર્ષ જુનમાં ચીનમાં ભારતીય ઉત્પાદનોની નિર્યાત ૭૮ ટકા વધી છે.
ચીનમાં ભારતીય ઉત્પાદનોની નિર્યાતનું મુખ્ય કારણ લોખંડ સ્ટીલ અને જૈવિક પદાર્થોની માંગ રહી હકીકતમાં જે દેશોમાં કોરોના વાયરસ મહામારીને કાબુમાં કરી લેવામાં આવ્યો છે ત્યાં નિર્યાત વધી છે ફકત ચીન જ નહીં ભારતથી અન્ય એશિયાઇ દેશોમાં પણ નિર્યાતમાં લાભ થયો છે ભારતે પોતાના કુલ નિર્યાતના ૧૬ ટકા એશિયાઇ અર્થવ્યવસ્થાઓમાં કરે છે.
આ પહેલા એપ્રિલ મહીનામાં ચીનમાં ભારતીય ઉત્પાદોના નિર્યાતમાં ૬૦.૨ ટકાની ઘટાડો આવ્યો હતો જયારે જુલાઇમાં તેમાં ૧૦ ટકાનો વધારો થયો હતો કોરોનાના કારણે અમેરિકા બ્રાઝીલ અને યુકેમાં ભારતના નિર્યાત ઓછું થયુ હતું મલેશિયામાં ભારતનું નિર્યાત ૭૬ ટકા રહ્યું વિયતનામમાં ૪૩ ટકા અને સિંગાપુરમાં ૩૭ ટકા ક્રિસિલના રિપોર્ટથી જાણવા મળે છે કે નિર્યાત તે દેશોમાં વધશે જયાં કોરોના વાયરસના મામલા ઓછા થઇ રહ્યાં છે અને આર્થિક ગતિવિધિઓ શરૂ થઇ રહી છે ચીન તેનું સૌથી સારો ઉદાહરણ છે.
અન્ય અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં ચીનમાં કોરોનાનો કહેર સૌથી પહેલા આવ્યો હતો અને સૌથી પહેલા બહાર આવવામાં સફળ રહ્યું હતું.એપ્રિલ જુન તિમાહીમાં ચીનની આર્થિક વૃધ્ધ દર ૩.૨ ટકા રહી. ત્રણ વર્ષના આયાત અને નિર્યાત પર આધારિત કેસ સ્ટડી પર ભાર આપતા કેન્દ્રીય મંત્રી નીતિ ગડકરીએ કહ્યું કે ચીનનું ૭૦ નિર્યાત ૧૦ ક્ષેત્રોથી જાેડાયેલ છે જેમાં ૬૭૧ અરબ ડોલર મૂલ્યની ઇલેક્ટ્રિકલ મશીનરી અને ઉપકરણના નિર્યાતનો ૨૬.૦૯ ટકા અને ૪૧૭ અરબ ડોલર મૂલ્યના કોમ્પ્યુટર ઉપકરણના નિર્યાતનો ૧૦.૭૦ ટકા પણ સામેલ છે.HS