રાષ્ટ્રપતિ સહિત અન્ય નેતાઓએ ગણેશોત્સવના અભિનંદન પાઠવ્યા
નવીદિલ્હી, દેશમાં આજે ગણેશ ચતુર્થીનો પર્વ મનાવવામાં આવ્યો હતો પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે કોઇ પણ તહેવાર પહેલા જેવા મનાવી શકાતા નથી આથી ઘરોમાં રહી કે ઓછા લોકોની સાથે આ તહેવારને મનાવવા માટે લોકો પ્રયાસ કરી રહ્યાં છે.
ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગ પર દેશના રાષ્ટ્રપતિથી લઇ વડાપ્રધાન સુધી તમામે અભિનંદન પાઠવ્યા હતાં.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના આ પર્વ ભારતના લોકોના અદમ્ય ઉત્સાહ ઉમગ અને ઉલ્લાસનું પ્રતીક છે. મારી કામના છે કે વિધ્નહર્તા શ્રી ગણેશજીની કૃપાથી કોવિડ ૧૯ની મહામારી સમાપ્ત થાય તથા તમામ દેશવાસી સુખી અને નિરોગી જીવન જીવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગણેશ ચતુર્થીના અભિનંદન પાઠવતા ગણપતિ બાપ્પા મોરયાનો જયકાર લગાવ્યો અને તેમણે ટ્વીટ કરી લખ્યું ગણેશ ચતુર્થીના શુભ પર્વ પર ખુબ ખુબ અભિનંદન ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ હંમેશા અમારા પર બની રહે દરેક તરફ ખુશી અને સમૃધ્ધિ થાય.
ગૃહમંત્રી અમિત શાહે પણ સમસ્ત દેશવાસીઓને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના આપી હતી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમને બધાને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ મંગલકર્તા વિધ્નહર્તાના આશીષની આજે સમગ્ર દેશને આવશ્યતા છે. રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીએ પણ શુભકામના પાઠવી હતી અને સારા આરોગ્યની પ્રાર્થના કરી હતી.HS