અર્જૂન એવોર્ડ: સાક્ષી મલિકે વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખ્યો
નવીદિલ્હી, ખેલ મંત્રાલયે ગઇકાલે પૂર્વમાં ખેલ રત્ન હાંસલ કરનારી સાક્ષી મલિક અને મીરાબાઇ ચાનુને અર્જૂન પુરસ્કાર નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી તુટી ચુકેલી સાક્ષી મલિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખેલ મંત્રી કિરેન રિજિજુને પત્ર લખ્યો છે. પત્રમાં તેણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખેલ મંત્રી કિરેન રિજિજુ મને ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવી છે મને એ વાતનો ગર્વ છે દરેક ખેલાડીનું સપનુ હોય છે કે તે તમામ પુરસ્કાર પોતાના નામે કરે ખેલાડી તેના માટે પોતાના જીવની બાજી લગાવી દે છે મારૂ પણ સપનુ છે કે મારા નામે આગળ અર્જૂન પુરસ્કાર વિજેતા લાગે હું એવા અન્ય કયું પદક દેશ માટે લઇ જાઇ કે મને અર્જૂન પુરસ્કારથી સન્માન કરવામાં આવે કે આ કુશ્તી જીવનમાં મને કયારેય આ પુરસ્કાર જીતવાનું સૌભાગ્ય જ મળશે નહીં.
દેષની ચોથી સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મશ્રીથી નવાજવામાં આવેલ સાક્ષી મલિકે ૨૦૧૭માં ભારત ખેલ જગતનો સૌથી મોટો પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન હાંસલ કર્યો છે આજ કારણ છે કે તેને આ વખતે અર્જૂન એવોર્ડ મળ્યો નથી સાક્ષી ઉપરાંત ખેલ રત્ન મેળવી ચુકેલ વેટલિફટર મીરાબાઇ ચાનુને પણ અર્જૂન એવોર્ડ માટે અરજી કરી હતી.HS