પીયુસી સર્ટિ. વિના પોલિસી રિન્યુ ન કરવા ઈરડાનો આદેશ
નવી દિલ્હી, વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (ઇરડા)એ વીમા કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે દિલ્હી-એનઆરસીમાં વાહન માલિક પીયુસી સર્ટિફિકેટ રજૂ ન કરે ત્યાં સુધી કોઇપણ વાહનની મોટર પોલિસીને રિન્યૂ નહિ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવે તેને ધ્યાનમાં રાખે. આથી હવે વીમા કંપનીઓ તમારી પાસેથી મોટર ઇન્શ્યોરન્સ પોલિસી રિન્યૂના સમયે માન્ય પીયુસી સર્ટિફિકેટ્સ દર્શાવવાનું કહેશે. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ જારી એક સરક્યુલરમાં ઇરડાએ જણાવ્યું હતું કે ‘સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ દિલ્હી-એનસીઆરમાં સુપ્રીમના ઉપરોક્ત નિર્દેશના પાલન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે ખાસ ધ્યાન રાખવામાં આવે.’
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
વાહનોથી વધતા જતા પ્રદૂષણ મામલે ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જુલાઇ ૨૦૧૮માં એમસી મહેતા વિરૂદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં આદેશ કર્યો હતો કે મોટર ઇન્શ્યોરન્સ પોલિસીના રિન્યુઅલની તારીખે વાહનનું માન્ય પીયુસી સર્ટિફિકેટ ન આપે ત્યાં સુધી તેને રિન્યૂ ન કરાય. હાલમાં નવા નિયમ મુજબ નવા વાહનને ખરીદીના એક વર્ષ બાદ વીમા રિન્યૂ કરવાનો રહેશે.SSS