ચૂંટણી પૂર્વે કોંગી નેતા તરૂણ ગોગોઈનો દાવો -સુપ્રીમના પૂર્વ ચીફ જસ્ટિસ, રાજ્યસભાના સભ્ય રંજન ગોગોઈને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવે તેવી શક્યતા
નવી દિલ્હી, આસામ વિધાનસભા ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને ભાજપના હાલના રાજ્યસભાના સભ્ય રંજન ગોગોઈને ભાજપ મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવે તેવી શક્યતા છે. આસામના ભૂતપૂર્વ તરુણ ગોગોઈએ જણાવ્યું હતું કે, દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) રંજન ગોગોઈએ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોઈ શકે છે. તેમણે જણાવ્યું છે કે, મને સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, મુખ્યમંત્રી પદ માટે ભાજપના ઉમેદવારોની યાદીમાં રંજન ગોગોઈનું નામ છે.
તરૂણ ગોગોઈએ કહ્યુંકે, જો પૂર્વ સીજેઆઈ રાજ્યસભા જઈ શકે છે તો તેઓ ભાજપ માટે મુખ્યમંત્રી ઉમેદવાર બનવા માટે તૈયાર થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, આ બધુ રાજકારણ છે. અયોધ્યામાં રામ મંદિરના ચુકાદાને લઈને ભાજપ રંજન ગોગોઈથી ખુશ છે.
મીડિયા સાથે વાત કરતા આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈએ જણાવ્યું હતું કે, તેઓ આસામમાં કોંગ્રેસ પાર્ટીના આગામી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનશે નહીં. તેઓ ભાજપને સત્તામાંથી હટાવવા માટે એક મહગઠબંધન પર વિચાર કરી રહ્યા છે. તેમાં બદરુદ્દીન અજમલની ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઈયુડીએફ), ડાબેરી દળ અને ક્ષેત્રીય પાર્ટી એક સાથે આવશે.