ચીનમાંથી રમકડાં આયાત થતાં અટકાવવા માટે એકશન પ્લાન
મોદીએ કેબિનેટ મંત્રીઓ, અધિ.ઓ સાથે ચર્ચા કરી-એવી નીતિ અને માહોલ બનાવવામાં આવે જેથી રાજ્યમાં પ્લાસ્ટિક ટાૅયઝ બનાવવા ક્લસ્ટર બનાવવામાં આવી શકે
નવી દિલ્હી, ભારતમાં ચાઈનાથી આવતાં રમકડાં રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ મંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી અને તેમાં કેટલાક આદેશ કર્યા હતા. બેઠકમાં પીએમ મોદીએ તમામ મંત્રાલયને આદેશ આપ્યો કે એવી નીતિ અને માહોલ બનાવવામાં આવે જેથી રાજ્યમાં પ્લાસ્ટિક ટાૅયઝ બનાવવા માટે ક્લસ્ટર બનાવવામાં આવી શકે. આ વિશેષ ક્લસ્ટર દેશ માટે તો રમકડા બનાવશે.
પરંતુ તેની વિદેશોમાં નિકાસ કરવામાં આવી શકે તેમ છે. વોકલ ફાૅર લોકલ અને આર્ત્મનિભર ભારત મિશને પણ પ્લાસ્ટિક ટાૅયઝ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપીને સફળ બનાવવા પર પીએમ મોદીએ ભાર મૂક્યો હતો.
દેશમાં ચીનથી આયાત કરેલા પ્લાસ્ટિક રમકડાથી સરકાર ઘણી ચિતિંત છે. દેશના બજારોમાં વહેંચી રહેલા બાળકોના પ્લાસ્ટિકના રમકડામાં ચીનનો જબરદસ્ત દબદબો છે. સ્થિતિ એ છે કે ૭૦% પ્લાસ્ટિક રમકડા ઈમ્પોર્ટ કરવામાં આવે છે. માત્ર ૩૦-૩૫% રમકડા જ દેશમાં બને છે.
આ બગડતા ગણિતને સુધારવાના અર્થે સરકાર પ્લાસ્ટિક ટાૅયઝના ઈમ્પોર્ટ પર રોક અને દેશમાં જ પ્લાસ્ટિક ટાૅયઝના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે. પીએમ મોદીએ બેઠકમાં યુવાઓને પ્રેરિત કરવા માટે પણ રસ્તા બનાવવામાં આવ્યા હતા. પીએમ મોદીએ બાળકોના રમકડાના વિષય પર હેકથલોન આયોજિત કરવાની પણ સલાહ આપી છે. જેમાં યુવાઓને ભાગ લેવાથી ના માત્ર નવો આઈડિયા જ મળશે. સાથે જ પ્લાસ્ટિક ટાૅયઝ મેન્યુફેક્ચરિંગમાં નવીન તકનીક અને નવા ડિઝાઈન પણ દેશને મળી શકશે.SSS