Western Times News

Gujarati News

ભંડેરી પોળમાં એક મકાન ધરાશાયી થતાં નાસભાગ

અમદાવાદ, અમદાવાદમાં શનિવાર રાતથી વરસાદ પડવાનો ચાલુ છે. વચ્ચે કલાક બે કલાકનો વિરામ લઈને વરસાદ ધીમે ધારે રવિવારના દિવસે પણ ચાલુ જ રહ્યો હતો. બપોરના સમયે થોડા સમય માટે વરસાદ બંધ થયો હતો. ત્યારબાદ સાંજે ફરીથી ચાલુ થયો હતો. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા  વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરી પોળમાં એક મકાન ધરાશાયી થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી.  તસ્વીરમાં મકાનનો કાળમાળ નજરે પડે છે. (તસ્વીરઃ- જયેશ મોદી)

રાજયમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં તાકિદે બેઠક બોલાવવામાં આવી હતી હવામાન વિભાગની આગાહીને પગલે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી એનડીઆરએફની મુવમેન્ટ સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઇ હતી જે અંગે રાહત કમિશ્નર હર્ષદ પટેલે કહ્યું કે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ઓગષ્ટથી રાજયમાં વરસાદ સારા પ્રમાણમાં છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા પાટણ મોરબી ઉપરાંત મહેસાણા ગાંધીનગર પંચમહાલ દાહોદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રાજયમાં ૯૩ ટકા જેટલો વરસાદ પડી ચુકયો છે માત્ર બે તાલુકા એવા છે જેમાં ૨૫૦ મિલી મીટર એટલે કે ૧૦ ઇંચથી ઓછો વરસાદ પડયો છે. કચ્છ જિલ્લામાં ૧૩૨ ટકા વરસાદ થયો છે સૌરાષ્ટ્રમાં ૧૨૩ ટકા વરસાદ થયો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ૬૦.૮૩ ટકા પાણી સરદાર સરોવર ડેમમાં હાલ છે તો રાજયના ૧૦૮ ડેમ હાઇએલક્ટ પર છે ભારે વરસાદને કારણે ૯૮૦૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજકોટમાં સતત ૧૭૦૦ લોકોનું સ્થળાંતરણ થયું છે. ૧૨૭ પંચાયતના રસ્તા અને ૧૩૮ રસ્તાઓને બંધ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે. તો માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે ૯૪ ટકા જેટલું રાજયમાં વાવેતર થઇ ચુકયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.