Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર તંત્રી સંઘના કાર્યકારી ઉપપ્રમુખ તરીકે ધીરેન શુક્લની નિમણુંક 

– પત્રકારોના પ્રશ્નો માટે સરકાર અને મીડિયા વચ્ચે સેતુ બનીને પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવી સૌરાષ્ટ્ર તંત્રી સંઘના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  રવિવારે સૌરાષ્ટ્રના પત્રકારોના સંગઠન વર્ષો જૂનું સૌરાષ્ટ્ર તંત્રી સંઘ જે રજીસ્ટર સંસ્થા છે તેની મિટિંગનું આયોજન રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાખેલ હતું. તેમાં પ્રમુખના અવસાન બાદ સુરેન્દ્રનગરના આજકા પરશુરામના તંત્રી અને સમય સૌનો દૈનિકના નિવાસી તંત્રી ધીરેનભાઈ શુક્લ ની કાર્યકારી ઉપપ્રમુખ તરીકે  નટુભાઈ વ્યાસ દ્વારા નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મુકતા હાજર રહેલ સભ્યોએ મંજૂરી આપેલ છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

જેમાં સુરેન્દ્રનગર જામનગર રાજકોટના પત્રકારો ઉપસ્થિત રહેલ સર્વાનુમતે બહાલી આપેલ હતી. ધીરેનભાઈ શુક્લ સ્વયંસેવક છે અને ઝાલાવાડ પ્રેસ કલબના પ્રમુખ છે. નરેન્દ્ર મોદી વિચાર મંચના સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશની જવાબદારી નિભાવે છે અને મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના નેશનલ સેક્રેટરી તરીકે પણ જવાબદારી નિભાવે છે. પત્રકારોના પ્રશ્નો માટે સરકાર અને મીડિયા વચ્ચે સેતુ બનીને પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવી સૌરાષ્ટ્ર તંત્રી સંઘના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.