મેઘરજ તાલુકાના રાજગોળ તળાવમાં નવા નીર આવતા ગ્રામજનોએ વધામણાં કર્યા

સાકરિયા: છેલ્લા બે અઠવાડિયા આજુબાજુના વિસ્તારમાં સારો વરસાદ હતો ત્યારે આ વિસ્તારમાં ખુબ વરસાદ હતો ગ્રામજનો ચિંતાતુર બન્યા હતા આ વખતે આપડે તળાવ મા પાણી થશે કે કેમ ? ગઇકાલે રાત્રી અને દિવસ દરમ્યાન પાણી પડતાં નવા નીર થી પાણી ભરાતાં હષૅ ની લાગણી સાથે વધામણાં કરવામાં આવ્યા હતા .
જેમાં કંકુ. ચોખા ને શ્રીફળ થી આરતી ઉતારી પૃષ્પ થી વધામણાં કરવામાં આવ્યા ગામ માં પાણી આવતાં પશુઓને પંખીડાઓને ઘણી મોટી રાહત થશે ગુજરાત સરકાર દ્વારા જળસંચય યોજના અંતર્ગત રોજગારી કામ થયુ હતુ આ યોજના પણ ફળીભૂત થશે આ પ્રસંગે મેઘરજ તાલુકા પંચાયત સદસય નરેશ ડામોર. કલ્યાણી ગ્રુપ ના દાંતા તાલુકાના સ્ટાર ગોવિદ ડામોર. લક્ષમણભાઈ ડામોર એક્ષ આર્મી મેન પુજાભાઈ ભગોરા વગેરે હાજર રહી વધામણાં કર્યાં હતાં