માલપુર અપહરણના ગુન્હાના આરોપીને પકડી પાડતી માલપુર પોલીસ
અરવલ્લી જીલ્લાની માલપુર પોલીસે દાહોદ જિલ્લાના સુખસર પોલીસ મથક વિસ્તારના અપહરણનો ગુનેગાર અને અપહરણનો ભોગ બનનાર સગીરા બંનેને શોધી કાઢ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ તા.૦૪/૦૪/૨૦૨૦ ના રોજ સુખસર ગામે ફરિયાદીની સગીર વયની દીકરી ઘરવખરી નો સામાન લેવા સુખસર બજારમાં ગઈ હતી અને ત્યાંથી ઘરે પરત ફરી ન હતી.અને ફરીયાદીની દીકરીએ સાહેદ શામજીભાઈ ને ફોન કરીને જણાવ્યું હતું કે માલપુર તાલુકાનો વિરણીયા ગામનો મહેશ કાળુ કોટવાળ મને લઈ ગયો છે,ત્યાર બાદ પોલીસે તેની સામે ગુન્હો નોધી આરોપીની અને ભોગ બનનાર સગીરાની શોધખોળ આદરી હતી.
માલપુર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ શ્રી એન.એમ.સોલંકીના માર્ગદર્શન હેઠળ માલપુર પોલીસ સ્ટેશન ના આંબલીયા આઉટ પોસ્ટના ઈન્ચાર્જ એ.એસ.આઈ દિનેશભાઈ કલાભાઈ તથા સ્ટાફના માણસોએ બાતમીના આધારે ઓ.પી.વિસ્તારમાં રહેતા અને સગીર વયની છોકરી નું લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી છેલ્લા ચાર માસ થી નાસતા ફરતા અપહરણના આરોપી મહેશ કાળુભાઈ કોટવાળ રહે.જુના વિરણીયા,તા.માલપુર,જી.અરવલ્લી ને પકડી પાડી આગળની કાર્યવાહી માટે સુખસર પોલીસ સ્ટેશને સોપી દીધો છે… આમ માલપુર પોલીસે છેલ્લા ચાર માસથી નાસતા ફરતા અપહરણના આરોપીને તથા ભોગ બનનાર સગીરા સાથે પકડી પાડવામાં સફળતા મેળવી છે.