ઝઘડિયાની મુલદ ચોકડી પાસે અજાણ્યા વાહનચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત
મરણ જનાર સિક્યુરિટી ગાર્ડ ગત મે માસ સુધી મીરા સિક્યુરીટી ફોર્સ દહેજ ખાતે ફરજ બજાવતો હતો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા ની મુલદ ચોકડી પાસે ગતરોજ વહેલી સવારે એક સિક્યુરિટી ગાર્ડનુ અજાણ્યા વાહનચાલકે ટક્કરે મોત નિપજાવેલ હાલતમાં લાશ મળી આવી હતી. નેશનલ હાઈવે મેનેજમેન્ટે અજાણ્યા ઈસમની લાશ ભરૂચ સિવિલ માં મોકલી હતી.તપાસ દરમ્યાન મરણ જનાર ઈસમ બિજય કુમાર ભોલા સાવ જે મીરા સિક્યુરીટી ફોર્સમાં ફરજ બજાવતો હતો જેની ઓળખ સિક્યુરિટી એજન્સીના માલિકે કરી હતી.
ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી થી ભરૂચ જવાના રોડ પર વળાંક પાસે ગતરોજ વહેલી સવારે એક અજાણ્યા સિક્યુરિટી ગાર્ડ ઈસમની લાશ જેને કોઈ અજાણ્યો વાહનચાલક ટક્કર મારી મરણ નીપજાવેલ હાલતમાં નેશનલ હાઈવે મેનેજમેન્ટને મળી હતી. અજાણ્યા સિક્યુરિટી ગાર્ડની લાશને એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ ખાતે મોકલી અપાઇ હતી.
તપાસ દરમ્યાન મરણ જનાર ઈસમ બિજયકુમાર ભોલા સાવ ઉંમર વર્ષ ૪૬ રહે. દુગ્ધા જિ. બોકારો ઝારખંડના હોવાનું દહેજ ખાતે આવેલ મીરા સિક્યુરીટી ફોર્સના માલીક સંગમલાલ લાલજી પાંડે એ ઓળખી બતાવી હતી.મરણ જનાર સિક્યુરિટી ગાર્ડ બિજયકુમાર મે ૨૦ સુધી આ સિકયુરિટી એજન્સીમાં ફરજ બજાવતો હતો તેમ સિક્યુરિટી એજન્સીના માલિકે જણાવ્યું હતું.ઝઘડિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી છે.