મહાદેવનગર અને રતનપુરા એમ બે પોલીસ ચોકીઓનું લોકાર્પણ
અમદાવાદ શહેરમા કુલ રૂા. ૮૮ કરોડનાપ્રજાલક્ષી કાર્યોનાં ખાતમુહૂર્ત- લોકાર્પણ કરતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા
અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, પ્રગતિશીલતા, સંવેદનશીલતા,પારદર્શિતા અને નિર્ણાયકતાના ચાર માપદંડોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિકાસના નવા માપદંડો પ્રસ્થાપિત કર્યા છે. સાથે સાથે ગામડાઓની જેમ નગરો મહાનગરોમાંપણજનસુખાકારીના કામોને રાજ્ય સરકારે અગ્રીમતા આપી છે. વટવા એ અમદાવાદ શહેરનો છેવાડાનો વિકસિત વિસ્તાર છે ત્યારે અંદાજે 88 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત – લોકાર્પણ કરીને પીવાના પાણી, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બગીચા , જિમ્નેશિયમ વાંચનાલય, સ્કેટિંગ રિંગ,સ્વિમિંગ પૂલ – તળાવ તેમજ નવનિર્મિત પોલીસ ચોકી નું નિર્માણ કરીને સુંદર વટવા બનાવવાનુંધ્યેય છે એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ મહાનગરમાં પૂર્વ અને પશ્ચિમ ઝોનના અંદાજે રૂ. ૮૮ કરોડથી વધુના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ આજે દેશના સ્વચ્છ શહેરોમાં સ્થાન પામ્યું છે ત્યારે આજે ખાતમુહૂર્ત -લોકાર્પણ કરાયેલાકામો શહેરની જરૂરિયાતની સાથે સાથે સ્વચ્છતા સૌંદર્યતામાં પણ વધારો કરશે.
અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં શ્રીરામ રેસીડેન્સી સામે અંદાજીત રૂા. ૨.૨૬ કરોડના ખર્ચે સ્કેટીંગ રીંગ, ચિલ્ડ્રન એરીયા, ગજેબો, પાર્કિગ એરીયા, ટોયલેટ બ્લોક, સીક્યુરીટી કેબીન જેવી વિવિધ સુવિધા સહિતના ગાર્ડન બનાવવાનાનું ખાતમુહૂર્ત, નારોલ ખાતે નક્ષત્ર એસ્પાયર પાસે અંદાજીત રૂા. ૩.૦૩ કરોડના ખર્ચે સ્ટેજ, કીચન, ડીશ કાઉન્ટર, ટોયલેટ બ્લોક, પાર્કિંગ એરીયા જેવી સુવિધા ધરાવતા પાર્ટી પ્લોટનું ખાતમુહૂર્ત,
નવાણાં હયાત પમ્પીંગ સ્ટેશનની બાજુમાં, ન્યૂ નારોલ ખાતે ઓમ શાંતિ ગોલ્ડની પાછળ અંદાજીત રૂા. ૧૫.૦૪ કરોડના ખર્ચે ન્યૂ નારોલ, નારોલ તળાવ વિગેરે વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રોનેજની સુવિધા વધે તે હેતુથી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નેટવર્કને સંલગ્ન સ્ટ્રોમ વોટર પમ્પીંગ સ્ટેશન બનાવવાનું ખાતમુહૂર્ત, નારોલ અર્બન હેલ્થ સેન્ટર પાસે અંદાજીત રૂા. ૩.૯૨ કરોડના ખર્ચે નાગરીકોને શારીરીક કસરત તેમજ વાંચનની સુવિધા મળી શકે તે માટે જીમ્નેશીયમ અને લાયબ્રેરી હોલનું ખાતમુહૂર્ત, વટવા વોર્ડમાં મહાલક્ષ્મી તળાવથી બીબી મરીયમ દરગાહ રોપડા તળાવ
એસ.પી. રીંગ રોડને રીગ્રેડ અને રીસરફેસ કરી અંદાજીત રૂા.૭.૨૯ કરોડના ખર્ચે સ્થાનિક લોકોને અવર જવર માટે ૨૪ મીટરનો રસ્તો બનાવવાનું ખાતમુહૂર્ત, પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં હયાત જીમ્નેશીયમ તથા વાંચનાલયની ઉપરના માળે અંદાજીત રૂા. ૧.૦૬ કરોડના ખર્ચે ૮૫ વ્યક્તિ બેસી શકે તેવી સુવિધા સાથેના ૨ રીડીંગ હોલ, ટોયલેટ બ્લોક તેમજ વોટર કુલરની સુવિધા સહિતની વ્યવસ્થા સાથેના વધારાના માળનું ખાતમુહૂર્ત, વસ્ત્રાલ વોર્ડમાં ટી.પી. ૧૧૩ અને એફ.પી. ૧૮૬માં અંદાજીત રૂા. ૫.૭૬ કરોડના ખર્ચે લેડીઝ-જેન્ટસ સ્વીમીંગ પુલ,
શાવર રુમ તેમજ ભવિષ્યમાં ટેનીસ કોર્ટ માટેની જગ્યાના પ્રોવીઝન સહિતની સુવિધા સાથેના સ્વીમીંગ પુલ તેમજ બેબી સ્વીમીંગ પુલનું ખાતમુહૂર્ત તથા રામોલ હાથીજણ વોર્ડમાં વિંઝોલ ગામતળમાં આવેલ અંદાજીત કુલ રૂા. ૬.૬૮ કરોડના ખર્ચે ડેકોરેટીવ એન્ટ્રી ગેટ, પાથ વે – વોક વે, ચિલ્ડ્રન પ્લે એરીયા, ગજેબો, પરકોલીટીંગ વેલ, ટોયલેટ બ્લોક, પાર્કિંગ એરીયાની સુવિધા સાથે વિંઝોલ તળાવને ડેવલપમેન્ટ કરવાના મળી કુલ અંદાજીત રૂા. ૪૫.૨૫ કરોડ ખર્ચના વિવિધ ખાતમુહૂર્તના કાર્યક્રમોનું ખાતમુહૂર્ત મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતુ.
જ્યારે અંદાજીત ૪૧.૬૦ કરોડ ખર્ચના વિવિધ લોકાર્પણના કાર્યક્રમો કરાયા હતા જેમાં દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં હીનાવારા સ્કૂલ પાસે અંદાજીત રૂા. ૦.૪૬ કરોડના ખર્ચે ૩૬ x ૩૬ ચો.મી.માં રાત્રી દરમ્યાન રમી શકાય તે માટે ફ્લડ લાઈટની વ્યવસ્થા તેમજ ટેનિસ કોર્ટની ફરતે ચેઈન લીન્ક ફેન્સીંગ તથા પાર્કિંગની સુવિધા સાથેનો ડબલ ટેનિસ કોર્ટનું લોકાર્પણ, વટવા વોર્ડમાં વટવા નિગમ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના પ્લોટમાં છેવાડાના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પ્રેસરથી પાણી મળી રહે તે માટે અંદાજીત રૂા. ૩.૩૬ કરોડના ખર્ચે ૨૫ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકીનું લોકાર્પણ, પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં અંદાજીત રૂા. ૮.૩૦ કરોડના ખર્ચે વસ્ત્રાલ રીંગ રોડ પાસે ઓઢવ, વસ્ત્રાલ તથા રામોલની આજુબાજુની આશરે ૨.૫ લાખ વસ્તીને ધ્યાને રાખીને કમ્પાઉન્ડ વોલ, ઈન્ટરનલ સેફ્ટી વોલ અને રેલીંગ,
સેનીટરી બ્લોક ૨ નંગ, ૧૦૧૨ ચો.મી.માં રમત ગમતના સાધનો અને સ્કેટીંગ રીંગ સહિત ચિલ્ડ્રન પ્લે એરીયા, વોક વે, પાર્કિંગ, ગજેબો તથા લાઈટીંગની સુવિધા સહિતના ડેવલપ કરવામાં આવેલ રતનપુરા તળાવનું લોકાર્પણ, રતનપુરા તળાવ ખાતે મેગ્નેન બાયો ટેકનોલોજી આધારીત નાઈટ્રોજન તેમજ ફોસ્ફરસ રીમુવલ સીસ્ટમ એરેશન ટેન્કમાં મૂકીને ઝીણામાં ઝીણી અશુદ્ધીઓ દુર કરી શકાય અને ટ્રીટેડ સુએજને ફરીથી ગાર્ડનીંગ, ફૂલશીંગ તથા અન્ય રીયુઝમાં લઈ શકાય તે હેતુથી અંદાજીત રૂા. ૦.૮૫ કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ, રામોલ હાથીજણ વોર્ડમાં ન્યૂ મણિનગર,
બરોડા એક્ષપ્રેસ હાઈ વેની બાજુમાં અંદાજીત રૂ. ૨૧.૧૬ કરોડના ખર્ચે આશરે ૧ લાખ લોકોને લાભ મળી શકે તેવા ઉમદા હેતુથી ૨૯ લાખ ગેલન ક્ષમતાની ભૂગર્ભ ટાંકી તથા ૨૪ લાખ લીટર ક્ષમતાની ૨૪ મીટર સ્ટેજીંગ હાઈટ ધરાવતી ઓવર હેડ ટાંકીનું લોકાર્પણ, રામોલ હાથીજણ વોર્ડમાં લાલગેબી સર્કલ પાસે, વૃંદાવન પાર્ટી પ્લોટની બાજુમાં અંદાજીત રૂા. ૫.૭૭ કરોડના ખર્ચે રામોલ હાથીજણ વોર્ડ ખાતે સબ ઝોનલ ઓફિસ ન હોવાથી નાગરીકોની સુવિધા અર્થે રામોલ હાથીજણ વોર્ડમાં નવી બનાવવામાં આવેલ સીટી સિવિક સેન્ટર, કાઉન્સીલર કક્ષ, પી.એચ.એસ. રુમ સહિતની સબ ઝોનલ ઓફિસ, મેડીકલ ઓફિસર રુમ, ફાર્મસી દુકાન, પીડીયાટ્રીક ઓ.પી.ડી., ગાયનેકોલોજી તેમજ લોબોરેટરીની સુવિધા ધરાવતું અર્બન હેલ્થ સેન્ટર, આધુનિક એ.સી. સાથે લાયબ્રેરી (વાંચનાલય) તથા જીમ્નેશીયમ નો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ આ અવસરે રૂટ નંબર ૪૯/૨ આદિનાથ નગર થી ગુજરાત યુનિવર્સિટી અને રૂટ નંબર ૧૪૪/૧ લાલ દરવાજા થી માધવ હોમ્સ સુધીના બે રૂટના વિસ્તરણને ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે, પૂર્વ વિસ્તારમાં નવા વિકસિત થયેલા વિસ્તારો અને સોસાયટીઓને પણ એ.એમ.ટી.એસ.ની સેવા ઘર આંગણે ઉપલબ્ધ બને તેવા ઉમદા હેતુથી આ બંને હયાત રૂટનુ વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ રૂટના વધારાના કારણે બે થી ત્રણ કિલોમીટરના વધારાના વિસ્તારને આવરી લેવાશે જેથી પૂર્વ વિસ્તારના લોકો માટે એ.એમ.ટી.એસ.ની સેવા ઉપલબ્ધ બનશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં શાંતિ-સલામતી જળવાઇ રહે તે માટે મહાદેવનગર અને રતનપુરા એમ બે પોલીસ ચોકીઓનું પણ નિર્માણ કરાયું છે.
આ સમગ્ર કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલ, સંસદસભ્યશ્રીઓ શ્રી એચ.એસ.પટેલ, ડો. કિરીટભાઈ સોલંકી, ધારાસભ્યશ્રીઓ, ડે. મેયરશ્રી, સ્ટે. કમિટી ચેરમેનશ્રી, (પૂર્વ મેયર)માન. નેતાશ્રી મ્યુનિ. ભા.જ.પ.,દંડકશ્રી, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ ડે.ચેરમેનશ્રીઓ, કાઉન્સીલરશ્રીઓ તથા નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.