Western Times News

Gujarati News

કોંગ્રેસમાં મહાભારત: એક તરફ ગાંધી, બીજી તરફ બળવાખોર

નવીદિલ્હી, કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મહાભારત શરૂ થઇ ગયું છે સોનિયા ગાંધીના અંતરિમ અધ્યક્ષ પદેથી રાજીનામાની રજુઆત કરી અને સાથે તે પત્રનો જવાબ પણ આપ્યો જેમાં નેતૃત્વ પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં ત્યારબાદ કોંગ્રેસ સમિતિ બે ભાગમાં વિભાજીત થઇ ગઇ છે.એક તરફ ગાંધી પરિવારના સમર્થનમાં લોકો જાેવા મળ્યા તો બીજી તરફ બળવાખોર નેતાઓએ પોતાના આકરા તેવર જણાવીને ખુલ્લો પડકાર ફેંકયો છે. સોનિયા ગાંધીના સમર્થનમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા એ કે એન્ટોનીએ પત્ર લખવાના પગલાની ટીકા કરી અને નેતૃત્વમાં પરિવર્તનની માંગ રાખનારા નેતાઓ પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યકત કર્યો હતો ત્યારબાદ રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં લેટરના સમય પર સવાલ ઉઠાવતા ત્યાં સુધી કહ્યું કે પત્ર ભાજપની સાથે મિલિભગત કરીને લખવામાં આવ્યો હતો રાહુલ બાદ પ્રિયંકાએ પણ ગુલામ નબીને લઇને પોતાની નારાજગી વ્યકત કરી હતી.

રાહુલ ગાંધીએ ગુસ્સામાં કહ્યું કે સોનિયા ગાંધીના હોસ્પિટલમાં દાખલ થવા સમયે પાર્ટી નેતૃત્વને લઇને પત્ર કેમ મોકલવામાં આવ્યો હતો તેમણે બેઠકમાં કહ્યું કે પાર્ટી નેતૃત્વ વિષે સોનિયા ગાંધીને પત્ર તે સમયે લખવામાં આવ્યો જયારે રાજસ્થાનમાં કોંગ્રેસ સંકટનો સામનો કરી રહી હતી પત્રમાં જે લખવામા આવ્યું હતું તેના પર ચર્ચા કરવાનું યોગ્ય સ્થાન સીડબ્લ્યુની બેઠક છે મીડીયા નહીં તેમણે આરોપ લગાવ્યો કે આ પત્ર ભાજપની સાથે મિલીભગત કરીને લખવામાં આવ્યો છે રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધીએ નારાજગી વ્યકત કરી હતી પ્રિયંકા ગાંધી ગુલામ નબી આઝાદના વલણને લઇને નારાજ છે.

ગાંધી પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઇને ગુલામ નબી આઝાદ રોષે ભરાયા હતાં તેમણે કહ્યું કે જો મિલીભગત સાબિત થઇ તો તેઓ રાજીનામુ આપી દેશે પરંતુ આઝાદે જવાબ આપતાં સમયે રાહુલ ગાંધીનું નામ લીધુ ન હતું તો કપિલ સિબ્બલે પણ ટ્‌વીટ કરીને રાહુલના આરોપોનો જવાબ આપ્યો પરંતુ બાદમાં તે ટ્‌વીટ ડિલીટ કરી દીધુ હતું.
તો કપિલના ટ્‌વીટ પર કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ પણ પ્રતિક્રિયા આપી હતી તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે રાહુલ ગાંધીએ આ પ્રકારની (ભાજપ સાથે મિલીભગત)ની કોઇ વાત કરી નથી આ પ્રકારના ખોટા સમાચારોથી ભ્રમિત ન કરો આપણે સામ સામે લડવા કે કોંગ્રેસ પાર્ટચી સાથે લડવાની જગ્યાએ નિરંકુશ મોદી સરકાર સામે મળીને લડવું જાેઇએ
આ વચ્ચે જયારે બેઠક થઇ તો તમામ પ્રકારના અહેવાલો બહાર આવવા લાગ્યા આ લડાઇમાં કોંગ્રેસની પૂર્વ સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદના રામ્યા પણ કુદી છે તેમણે આરોપ લગાવ્યો કે તેણે માત્ર મીડિયાને પત્ર લીક કર્યો નથી પરંતુ હાલ ચાલી રહેલી કાર્યસમિતિની બેઠકની દરેક જાણકારી પણ આ નેતા મીડિયામાં લીક કરી રહ્યાં છે.

સોનિયા ગાંધીને સાત ઓગષ્ટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ એક પત્ર લખીને કોંગ્રેસ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતાં કોંગ્રેસના ૨૩ નેતાઓના હસ્તાક્ષર સાથે પત્રમાં લખવામાં આવ્યો હોવાની માહિતી મળી છે પરંતુ સુત્રોનું કહેવુ છે કે માત્ર ૨૩ નહીં પરંતુ દેશના કુલ ૩૦૩ કોંગ્રેસ નેતાઓએ ડિજિટલ માધ્યમથી આ પત્ર પર સહમતિ વ્યકત કરી હતી. સોનિયા ગાંધી માટે લખાયેલા પત્રમાં ગુલામ નબી આઝાદ,આનંદ શર્મા કપિલ સિબ્બલ શશ થરૂર જતિન પ્રસાદ મુકુલ વાસનિક મિલિદ દેવડા રેણુક ચૌદતરી અખિલેશ પ્રસાદ પી જે કુરિયન સંદીપ દીક્ષિત ટી કે સિંહ મનીષ તિવારી અને અરવિંદ સિંહ લવલી જેવા વરિષ્ઠ નેતાઓના નામ છે જે પાર્ટી નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે. તો કોંગ્રેસના હગાલના ત્રણ મુખ્યમંત્રી મજબુત રીતે ગાંધી પરિવારની સાથે જાેવા મળી રહ્યાં છે જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત,પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેસે જાહેર રીતે ગાંધી પરિવાર પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યકત કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.