Western Times News

Gujarati News

બીસીસીઆઇએ મહેન્દ્રસિંહ ધોની સાથે યોગ્ય વર્તન કર્યું નથી: મુસ્તાક

મુંબઇ, પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સકલૈન મુસ્તાકે કહ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડીએ ફેરવેલ મેચ વિના નિવૃત્ત થવું જાેઇએ નહીં તેમના જેવા દિગ્ગજને માટે આ યોગ્ય નથી ભૂતપૂર્વ પાકિસ્તાનના પૂર્વ ઓફ સ્પિનર સકલૈન મુસ્તાકનું માનવું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇએ ભારતીય ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની સાથે યોગ્ય વર્તન કર્યું નથી
સકસૈને કહ્યું કે ધોની જે પ્રકારનો ખેલાડી રહ્યો છે તેણે ફેરવેલ મેચ વિના નિવૃત થવું ન જાેઇએ પાકિસ્તાનના સૌથી સફળ સ્પિન બોલરોમાંના એક એવા મુસ્તાકે કહ્યું કે ધોનીના લાખો ચાહકો ઇચ્છે છે કે તેઓ નિવૃત્તિ પહેલા બ્યુ જર્સીમાં એકવાર રમે
મુસ્તાકે કહ્યું કે હું હંમેશા પોઝીટવવાતો કહુ છું અને મારો પ્રયત્ન એ રહે છે કે મારાથી કોઇ નેગેટિવીટી ના ફેલાઇ જાે કે મારે વિવશ થઇને આવી વાત કરવી પડી રહી છે આ એક પ્રકારની બીસીસીઆઇની હાર છે તે આવા મહાન ખેલાડી સાથે યોગ્ય રીતે વર્તન થયું ન કહેવાય ધોનીે આ રીતે નિવૃતિ લેવી જાેઇએ નહીં આ વસ્તુઓ મારા દિલને સીધી સ્પર્શી રહી છે અને મને લાગે છે કે તેના લાખો ચાહકો પણ એવું જ અનુભવશે હું માફી માંગવા માંગુ છું પરંતુ બીસીસીઆઇ તમે ધોની સાથે સારો વ્યવહાર ન કર્યો તેનાથી મને દુખ થયું છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનરે બીસીસીઆઇ પર નિશાન સાધતા આકરા પ્રહારો કર્યા હતાં સકલૈન મુસ્તાકે કહ્યું ધોની જેવા દિગ્ગજ ક્રિકેટર સાથે આ સારૂ ન થયું તે ખુબ જ મહાન ખેલાડી હતો આવા ખેલાડીને આ રીતે નિવૃત કરી યોગ્ય સન્માનથી દુર રખાયો ધોનીના કરોડો પ્રશંસકો આનાથી નિરાશ થશે.ધોનીને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ તેના જેવા ખેલાડીને યોગ્ય માન સન્માન મળે તેવી શુભકામના.હું એ વાતથી ખુશ છું કે ધોની આઇપીએલમાં મેચ રમશે દર્શકો તેની રમતને જાેઇ શકશે અને માણી શકશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.