આગામી પાંચ દિવસ ખતરનાક બની શકે છે: હવામાન વિભાગ
નવીદિલ્હી, ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસો માટે ખુબ ખતરનાક ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે પોતાની ટિ્વટર હૈંડલથી ગ્રાફિકસની મદદથી માહિતી આપી છે કેં કયાં રાજયમાં હવામાનનું શું અનુમાન રહી શકે છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ખુબ જ ખતરનાક ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગ ચાર રંગોમાં ચેતવણી જારી કરે છે જેમાં ગ્રીન યેલો ઓરેન્જ અને રેડ શામેલ હોય છે તેમાં દરેક ગ્રીનનો અર્થ થાય છે કે તે રાજયમાં કોઇ રીતની ચેતવણી આપવાની જરૂરત નથી બધુ સામાન્ય છે યેલો રંગનો અર્થ થાય છે કે નજર બનાવી રાખો આ ઉપરાંત ઓરેન્જ અને રેડ એલર્ટ ખતરનાક માનવામાં આવે છે જયારે હવામાન વિભાગ કોઇ રાજય કે ક્ષેત્ર માટે ઓરેન્જ એલર્ટ જારી કરે છે તો તેનો અર્થ ત્યાં તોફાન કે વાવાઝોડુ આવી શકે છે તૈયાર રહો અને જયારે વિભાગ તરફથી રેડ એટલે કે લાલ ચેતવણી જારી કરવામાં આવે છે તો સરકારને હવે એકશાન લેવાના છે.
હવામાન વિભાગે પાંચ દિવસો માટે દેશના નકશા પર અલગ અલગ રાજયોની સ્થિતિની વિસ્તૃત માહિતી આપી છે વિભાગે પોતાના ટ્વીટર હેંડલથી ગ્રાફિકસ દ્વારા હવામાનની માહિતી આપી છે અને કહેવામાં આવ્યું છે કે કયાં રાજયમાં હવામાનની સ્થિતિ શું રહેશે. જેમાં ગુજરાત માટે એલર્ટ ચેતવણી,ઓરિસ્સો રાજસ્થાન ઓરેન્જ એલર્ટ તૈયાર રહો,૨૫ ઓગષ્ટ માટે ઓરિસ્સામાં રેડ એવર્ટ,ગુજરાત પશ્ચિમ બંગાળ ઓરેન્જ એલર્ટ,૨૬ ઓગષ્ટ માટે ઓરિસ્સામાં રેડ એલર્ટ ,હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ અને ૨૭ ઓગષ્ટ માટે ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ છત્તીસગઢ મધ્યપ્રદેશ ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જયારે ૨૮ ઓગષ્ટ માટે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.HS