Western Times News

Gujarati News

ભારતભરમાં કોરોનાગ્રસ્તોનો આંક ૩૧ લાખને પાર

જુલાઈના અંત સુધીમાં ૧૨ દર્દી મળતા હવે ૧૦૦ ટેસ્ટમાં સાત દર્દી મળી રહ્યા છેઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો

નવી દિલ્હી, સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૩૧ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૧૪૦૮ કેસ નોંધાતા કુલ કેસ ૩૧૦૬૩૪૮ થઈ ગયા છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમણ નોંધાવવાના દરમાં ઘટાડો આવ્યો છે. જુલાઈના અંત સુધીમાં દર ૧૦૦ ટેસ્ટમાંથી ૧૨થી વધુ દર્દીઓ મળવા લાગ્યા હતા. પણ હવે લગભગ ૭ દર્દીઓ મળી રહ્યાં છે. એટલે કે સંક્રમણનો દર ૬.૭ ટકા થયો છે. તેનું સૌથી મોટું કારણ ટેસ્ટની સંખ્યા વધી તે છે. હવે દેશમાં રોજ ૮થી ૧૦ લાખ લોકોની તપાસ થઈ રહી છે.

મંત્રાલયના દાવા અનુસાર ૫૭ હજાર ૪૬૮ લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે ૮૩૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા ૩૧ લાખ ૬ હજાર ૩૪૯ થઈ છે. તેમાંથી ૨૩ લાખ ૩૮ હજાર ૩૬ લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં ૫૭ હજાર ૫૪૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દુનિયામાં કોરોના વાઈરસ સંક્રમણના અત્યાર સુધી ૨ કરોડ ૩૫ લાખ ૮૨ હજાર ૯૮૫ દર્દી નોંધાયા છે. જેમાં ૧ કરોડ ૬૦ લાખ ૮૦ હજાર ૪૮૫ દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે ૮ લાખ ૧૨ હજાર ૪૮૭ લોકોના મોત થયા છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

દરમિયાન, ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને સોમવારે ઓકલેન્ડમાં લોકડાઉન એક સપ્તાહ માટે વધારી દીધું છે. લગભગ એક સપ્તાહ પહેલા નવા કેસ નોંધાયા પછી ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેનો સમય ૨૬ ઓગસ્ટે પુરો થવાનો હતો. જેસિંડાએ કહ્યું કે, આ લેવલ ટૂનું લોકડાઉન હશે. જેમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરી શકશે, પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસટન્સીંગનું પાલન કરવું જરૂરી હશે. અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે કોરોના વાઈરસ દર્દીઓની સારવાર માટે બ્લડ પ્લાઝ્‌માના ઉપયોગની મંજૂરી આપી દીધી છે. ડિપાર્ટમેન્ટ તરફથી ઈમરજન્સીમાં તેના ઉપયોગની મંજૂરી આપનારો આદેશ જાહેર કરાયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.