દરિયાઈ ભરતીના નર્મદા નદીમાં પગલે નર્મદા બે કાંઠે કાંઠાના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ખેતીમાં નુકશાન

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાની ભાગોળ માંથી વહેતી માં નર્મદા તેના અસલ સ્વરૂપ માં વહેતી રહી છે.ત્યારે દરિયાઈ ભરતીના પાણી નર્મદામાં ભરતા નર્મદા નદી તેના અસલ સ્વરૂપ માં બે કાંઠે વહેતી થતા અનેક કાંઠા વિસ્તારના ખેતરો પાણી ફરી વળતા ખેડૂતોને ખેતીમાં નુકશાન ભોગવવાનો વાળો આવ્યો છે.
દરિયાની ભરતી આવતા તેના પાણી છેક ઝનોર સુધી પહોંચતા હોય છે.ત્યારે ગત વર્ષે નર્મદા નદી માં પુરની સ્થિતિ આવ્યા બાદ નર્મદા નદી સતત એક વર્ષ થી તેના અસલ સ્વરૂપમાં વહેતી થઈ છે.જેના કારણે દરિયાઈ ભરતીના પાણીના કારણે નર્મદા નદી તેના અસલ સ્વરૂપ માં આજે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
ત્યારે દરિયામાં મોટી ભરતી આવતા પાણીનો પ્રવાહ મોટી સંખ્યા માં નર્મદા નદી માં આવતાની સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થવા સાથે કાંઠા વિસ્તારના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે.તો નર્મદા નદી બે કાંઠે વહેતી થતા માછીમારો પણ માછીમારી કરવામાં વ્યસ્ત બન્યા છે તો નજારો જોવા લોકો પણ ઉમટી રહ્યા છે.