પીએમ મોદી પણ ખુરશી પાછળ ઉભા રહી તાળીઓ પાડવાનું ન ચૂક્યા
આ સિદ્ધીને પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ પણ બિરદાવી હતી. તેમણે ટ્વીટ કરી ઈસરોને શુભેચ્છા તો આપી જ હતી, પણ ખુરશી પાછળ ઉભા રહી તાળીઓના ગડગડાટ સાથે આ સિદ્ધીને વધાવી લીધી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઈસરોના ચંદ્રયાન ૨ના લોન્ચિંગને ટીવી પર નીહાળ્યું હતું. જે જોયા પછી ગદગદિત્ત થઈ ઉઠેલા પ્રધાનમંત્રી ખુરશી પાછળ ઉભા રહી સત્તત ઈસરોના ચંદ્રયાનની લોન્ચિંગને જોઈ રહ્યા હતા. સાથે જ તાળીઓથી ઈસરોની આ બેનમૂન સિદ્ધીને વધાવી લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના વિજ્ઞાનિકોને મિશન ચંદ્રયાન-૨ના સફળ પરિક્ષણ પર શુભેચ્છા પાઠવી.. તેમણે ટ્વિટર પર જણાવ્યુ કે, ઈસરોની સફળતા પર દરેક ભારતીયનો ગર્વ છે.
રાજ્યસભામાં ચંદ્રયાન-૨ની સફળતા પર દેશના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સદનમાં વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપતો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ધીમે ધીમે હવે ભારત ન માત્ર અવકાશી શક્તિમાં તાકતવર પૂરવાર થઈ રહ્યું છે. પણ ચંદ્રયાન, મિશન મંગળ અને હવે ચંદ્રયાન-૨ પરથી ભારતના વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે હમ કિસી સે કમ નહીં. આર્યભટ્ટથી શરૂ થયેલી ભારતની અવકાશયાત્રા હવે ચંદ્રયાન-૨ સુધી પહોંચી ચૂકી છે. આગામી સમયમાં પણ વિશ્વને પોતાની અવકાશી તાકાતનો પરચો આપશે.
જે રીતે ભારત અવકાશી ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે આગામી સમયમાં ભારતનો મુકાબલો માત્ર અને માત્ર ભારત સાથે જ હશે.